ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (15:39 IST)

ગુજરાતી રેસીપી - બ્રેડ રવા ટોસ્ટ

સવારે ચા સાથે જો ટેસ્ટી સ્નેક્સ ખાવા મળી જાય તો ચા નો સ્વાદ પણ વધી જાય છે. આજે અમે તમને બ્રેડ રવા ટોસ્ટ બનાવતા શીખવાડીશુ. તેને તમે ચા સાથે ખાવા ખૂબ પસંદ કરશો. તેને બનાવવા માટે તમારે વધુ મહેનત પણ નહી કરવી પડે. જાણો રેસીપી.. 
સામગ્રી - 6 બ્રેડ સ્લાઈસ, 1 ડુંગળી (ઝીણી સમારેલી), 1 ટામેટુ ( ઝીણુ સમારેલુ), 2 લીલા મરચા(ઝીણા સમારેલા), 1 ચમચી લાલ મરચુ, 2 ચમચી ગાજર (છીણેલુ), 1 1/2 ધાણા(ઝીણા સમારેલા), 1/4 કપ દહી, 1/2 કપ રવો, મીઠુ સ્વાદમુજબ, તેલ જરૂર મુજબ. 
 
1. સૌ પહેલા એક વાડકીમાં રવો, દહી, મીઠુ, લાલ મરચાનો પાવડર, ડુંગળી, લીલા મરચા, ટામેટા, ગાજર, ધાણા નાખીને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. 
 
2. હવે બ્રેડ સ્લાઈસની ઉપર રવાથી તૈયાર કરેલુ મિશ્રણ નાખીને ચારી બાજુ થોડુ થોડુ ફેલાવો. 
3. ત્યારબાદ તવા પર તેલ ગરમ કરો. હવે બ્રેડ સ્લાઈસને મુકો અને બંને બાજુથી સેકી લો. 
4. જ્યારે બ્રેડ હલકી બ્રાઉન થઈ જાય ત્યારે તેને તવા પરથી હટાવી દો. 
5. હવે બ્રેડને ત્રિકોણ આકારમાં કાપી લો. 
6. તમારી બ્રેડ રવા ટોસ્ટ તૈયાર છે.