બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 5 એપ્રિલ 2017 (14:53 IST)

ગરમીમાં જમવાનો સ્વાદ વધારે કેરીની ચટણી

ગરમી આવી ગઈ છે. બજારમાં કેરી પણ મળવા લાગી છે. તમે ઘરમાં કાચી કેરીની ચટણી બનાવીને ખાવાનો સ્વાદ વધારી શકો છો. તો આવો જાણીએ કેવી રીતે બનાવશો કાચી કેરીની ચટની.. 
સામગ્રી - કાચી કેરી 1, લીલા ધાણા-2 કપ, ફુદીનાના પાન અડધો કપ, સેકેલુ જીરુ - એક નાની ચમચી, આદુનો ટુકડો - 1 ઈંચ, હિંગ એક ચપટી, લીલા મરચાં 3-4, મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - કેરીને છોલીને નાના ટુકડામાં કાપી લો. આદુને પણ નાના-નાના ટુકડામાં કાપી લો. હવે મિક્સરમાં કેરીના ટુકડા, લીલા ધાણા, ફુદીનાના પાન અને આદુ નાખો.  આ સાથે જ લીલા મરચા, સેકેલુ જીરુ, મીઠુ પણ નાખો. તેમા અડધી ચમચી પાણી નાખો અને ચટનીને એકદમ ઝીણી વાટી લો.  વાટેલી ચટણીને કોઈ વાસણમાં કાઢી લો. તેને ખાવા સાથે નાસ્તા કે સમોસા-કચોરીની સાથે ખાવ.