ટેસ્ટી રેસીપી - રાઈસ કટલેટ

rice cutlet
વરસાદની ઋતુમાં કંઈક ચટપટુ ખાવાનુ દરેકને મન થાય છે. તમે ચાહો તો રાઈસ કટલેટ પણ ટ્રાય કરી શકો છો. આજે અમે તમને રાઈસ કટલેટ બનાવવાની રેસીપી બતાવીશુ. 
સામગ્રી - 250 ગ્રામ બટાકા (બાફેલા) 
-250 ગ્રામ ચોખા (બાફેલા/ભાત) 
- 1 ટી સ્પૂન જીરા પાવડર 
- 1 ટી સ્પૂન લાલ મરચુ 
- 1 ટી સ્પૂન ધાણા પાવડર 
- 1/4 ટી સ્પૂન હળદર 
- 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 
- 1 ટી સ્પૂન ચાટ મસાલો 
- 1 ટી સ્પૂન મીઠુ 
- 10 ગ્રામ ધાણા 
- 2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ 
- બ્રેડક્રમ્બ્સ 
 
બનાવવાની રીત -  એક બાઉલમાં બટાકા, ભાત, જીરા પાવડર, ધાણા જીરુ લાલ મરચુ હળદર ગરમ મસાલો ચાટ મસાલો મીઠુ અને ધાણા નાખીને મિક્સ કરો. 
- હવે તેમા કોર્ન સ્ટાર્ચ નાખીને બીજીવાર મિક્સ કરો. પછી થોડુ મિક્સર લો અને નાના બોલ્સ બનાવો 
- આ બોલ્સને બ્રેડક્રમ્બ્સમાં રોલ કરો 
- એક પેનમાં તેલ ગરમ કરો અને આ બૉલ્સને હળવુ બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો. 
- રાઈસ કટલેટ તૈયાર છે. તેને કેચઅપ સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :