શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (11:44 IST)

સેવ ટામેટાનું શાક

સેવ ટામેટાનું શાક sev Tometo

સામગ્રી : ટામેટા - 8, હળદર પાવડર - 1/2 ચમચી,લાલ મરીનો પાવડર - 1 ચમચી, હિંગ - 1 ચપટી ,જીરું - 1/2 ચમચી,સરસોં  -1/2 ચમચી,લીલા મરચાં - 2,લીમડો -4, ગોળ - 2 નાની ચમચી, સિંધાલૂણ, તેલ - 1 ચમચી, સેંવ - 1 કપ 
 
બનાવવાની રીત  : પેનમાં તેલ ગરમ કરો . પછી એમાં  જીરું,સરસોં ,હિંગ અને લીલા મરચાં  ઉમેરો. થોડા સમય પછી સમારેલી ટમેટાં ઉમેરો. ઉપરથી લાલ મરી પાવડર અને હળદર ઉમેરો.  હવે મીઠું નાખી ટામેટાંને સીઝવા દો. ધીમા તાપે રાખીને 5 મિનિટ માટે રાંધવું. પછી ગોળને એક કપ પાણી સાથે  મિક્સ કરી નાખો. તાપને ધીમો કરી દો અને શાકને 5 થી 7 મિનિટ રાંધાવા દો.  ગૈસને બંધ કરતા પહેલાં, તેમાં સમારેલ લીમડો નાખો. હવે શાકને સેવ નાખીને ગાર્નિશ કરી અને તરત જ સર્વ કરો.