શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2024 (00:54 IST)

Surti Aloo Puri Recipe- સુરત ની પ્રખ્યાત આલુપૂરી

aloo puri
રગડો બનાવવા માટેની સામગ્રી
1 કપ સૂકા લીલા વટાણા/સૂકા સફેદ વટાણા
2 બાફેલા બટાકા
1  નાની ડુંગળી
1/2 ચમચી લસણની પેસ્ટ
1 ચમચી આદુ- મરચાં પેસ્ટ
2 ટામેટા 
1ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
1/2 ચમચી ધાણાજીરૂ
1/2 ચમચી ગરમ મસાલો
1/2ચમચી લીંબૂનો રસ
મીઠું સ્વાદાનુસાર
 
પૂરી બનાવવા માટેની સામગ્રી
પૂરી માટે સામગ્રી 
1/2 કપ મેંદો
1/2 કપ ધઉં નો લોટ
1  ચમચો સોજી
મીઠું સ્વાદાનુસાર
1  ચમચી તેલ મોણ માટે
તળવા માટે તેલ
 
રગડો બનાવવા માટે..
- એક તપેલીમાં પાણીથી સૂકા વટાણા ધોઈ લો અને તેને આખી રાત માટે અથવા 7-8 કલાક માટે પાણીમાં પલાળી દો. હવે તેને વાટી લો. 
- હવે ગેસ પર પેનમાં તેલ ગરમ કરી રાઈ-જીરુ અને હિંગનો વઘાર કરો પછી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી સાંતળી લો. 
- તેમાં કાપેલા ટામેટાં નાખોં અને લગભગ ૩ મિનિટ માટે પકાવો. તેમાં ગરમ મસાલા પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરું નાખોં અને ૩૦ સેકંડ માટે પકાવો.
- ત્યાર બાદ તેમાં બાફેલા વટાણા અને બાફી ને ગ્રેટ કરેલા બટાકા નાખી ચમચાથી હલાવો. મીઠું, લીંબુનો રસ નાંખી મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.
 
પૂરી બનાવવા માટે...
મેંદો, સોજી, મીઠું નાખી પાણીથી લોટ બાંધવો અને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. પછી લોટ ને સારી રીતે મસળીને લુઆ બનાવી પૂરી વણી લો અને ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી પૂરીને તળી લો.
 
પીરસવાની રીત: પૂરી રાખી તેના પર રગડા સાથે ઉપરથી લીલી ચટણી, આંબલીની ચટણી અને લસણની ચટણી નાખીને ડુંગળી અને ઝીણી સેંવ નાખી સર્વ કરો