રસોઈ ટિપ્સ - શીરો વધુ ટેસ્ટી બનાવી દેશે આ ટિપ્સ

Last Modified બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (18:06 IST)
ગળ્યુ ખાવુ પસંદ કરે છે અને તેમા પણ શીરો તમારો ફેવરેટ છે તો હવે જ્યારે પણ શીરો બનાવો તો આ ટિપ્સ જરૂર વાંચી લો. કારણ કે તમે શીરો બનાવો તો છો પણ તેનો સ્વાદ એવો નથી આવતો જેવો તમે બીજે ક્યાંક ચાખ્યો હશે...

જાણી લો દરેક પ્રકારનો શીરો બનાવવા માટેની ટિપ્સ

- મગની દાળનો શીરો બનાવતી વખતે વાટેલી દાળને શેકવા માટે તેમા થોડુ બેસન ભેળવી દો. તેનાથી દાળ કઢાઈમાં ચોંટે નહી અને શેકવુ સહેલુ રહેશે.
- રવાનો શીરો બનાવતી વખતે તેને સોનેરી થતા સુધી ઘી માં સેકો
- ગાજરનો હલવો બનાવવામાં મિલ્કમેડનો ઉપયોગ કરશો તો તે વધુ ટેસ્ટી બનશે.
- રવાનો શીરો ધીમા તાપ પર સેકો. પાણી નાખીને થોડી વાર ધીમા તાપ પર છોડી દેવાથી આ ખીલેલો ખીલેલો બનશે.
- શીરો બનાવતી વખતે તેમા નાની ઈલાયચી કે પછી કેસર નાખી દેશો તો સ્વાદ વધી જશે.
- કોઈપણ શીરામાં પાણીને બદલે તમે સફરજન, નાસપતિ કે પછી મેંગો જ્યુસ નાખી શકો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે જો દૂધ નાખ્યુ છે તો તેમા જ્યુસ ન નાખશો. તેનાથી શીરાનો સ્વાદ અનેકગણુ વધી જશે.
- જો તમે તમારા શીરામાં થોડુ ક્રીમી ટેક્ચર ઈચ્છો છો તો હંમેશા ફુલ ક્રીમ દૂધનો ઉપયોગ કરો.


આ પણ વાંચો :