પૌષ્ટિકતાથી ભરપૂર - રવાના ચીલા

suji chila
Last Modified શુક્રવાર, 11 ડિસેમ્બર 2015 (15:30 IST)


રવાના ચિલા ફટાફટ બને છે. કિચનમા ખાવાનુ બનાવતી વખતે કાપવામાં આવેલ શાકભાજીઓ દ્વારા બસ 10 મિનિટમાં આ તૈયાર કરી શકાય છે.

સામગ્રી -
એક કપ રવો, એક ચોથાઈ કપ ઘઉંનો લોટ, એક કપ દહી, ઝીણી કાપેલી કોબીજ અને ફ્લાવર, થોડીક શિમલા મરચુ સમારેલુ, સો ગ્રામ પનીર, લીલા ધાણા ઝીણા સમારેલા, રિફાઈંડ તેલ, થોડો આદુનો ટુકડો.
લીલા મરચા બારીક સમારેલા, મીઠુ, રાઈ.

બનાવવાની રીત - દહી, મસળેલુ પનીર અને રવાને મિક્સ કરીને મિક્સરમાં ચલાવી લો. તેમા લોટ અને થોડુક પાણી નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં આ ખીરાને કાઢી લો. તેમા કોબીજ, ફ્લાવર, શિમલા મરચુ , લીલા મરચા, મીઠુ, આદુ અને લીલા ધાણા નાખીને મિક્સ કરી લો. 15 મિનિટ માટે આ મિશ્રણને મુકી રાખો. તેનાથી સૂજી ફૂલી જશે. એક પેનને તાપ પર ચઢાવી દો. તેમા થોડુ તેલ નાખીને ફેલાવી દો. તેમા ચપટી રાઈના દાણા નાખો અને એક ચમચી ખીરાને પાથરી દો. ધીમા તાપ પર સેકો. બંને બાજુથી તવેતાથી પલટાવીને સેકી લો. ચિલો તૈયાર છે. આ ચીલો ચટણી કે સોસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :