શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2016 (16:46 IST)

વધેલા ભાતની કટલેસ

ચોમાસુ જામી ચુક્યુ છે તો એવુ મન કરે છે કે ગરમા ગરમ ચા કે કોફી સાથે ચટપટા પકોડા ખાવા મળી જાય. જો તમારુ મન પણ આવુ જ કર છે તો પરેશાન ન થાવ કારણ કે આજે અમે તમારી માટે સિંપલ રાઈસ કટલેસની રેસીપી લાવ્યા છે. આ રાઈસ કટલેસ અનેક પ્રકારની શાકભાજીઓથી ભરપૂર છે. તેથી આ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.  તમે તેને રાતના બચેલા ભાતથી બનાવી શકો છો. આ કટલેસ બાકીના ફ્રાઈડ સ્નેક અને ચિપ્સ કરતા સારી રહેશે. 
સામગ્રી - ભાત - 1 કપ, બાફેલા બટકા - 1 મોટો, મિક્સ શાકભાજી (શિમલા મરચુ, લીલી ડુંગળી, લાલ અને પીળી શિમલા મરચા, ગાજર)- 1 કપ(ઝીણા સમારેલા), ડુંગળી 1, આદુ-2 ચમચી, લીલા મરચા-1, લાલ મરચું પાવડર-1/2 ચમચી, લીલા ધાણા-2 ચમચી, મીઠુ સ્વાદમુજબ, હળદર પાવડર, ચપટી જીરા પાવડર 1/2 ચમચી, ધાણાજીરુ 1/2 ચમચી, કોર્ન સ્ટાર્ચ-1 ચમચી, બેસન-3 ચમચી, તેલ-3 ચમચી. 
 
બનાવવાની રીત - એક વાડકીમાં તેલ સિવાયની બધી સામગ્રીઓને મિક્સ કરી લો. ચોખાને સારી રીતે મિક્સ થઈ જવા જોઈએ. હવે એક પ્લેટ લો. થોડો મેંદો લો.  હવે મિશ્રણની ટિક્કી બનાવીને મેદામાં લપેટીને બાજુ પર મુકો. આ રીતે બધી ટિક્કીઓ બનાવી લો. એક કઢાઈમા તેલ ગરમ કરો અને આ ટિક્કી તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય તો કાઢી લો. પછી તેને એક પેપર નેપકિન પર કાઢો અને સોસ સાથે સર્વ કરો.