સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (23:50 IST)

રાધિકા આપ્ટેની પાર્ચ્ડ ફિલ્મને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ

બોલ્ડ સીનને લઇને બોલિવૂડ ફિલ્મ ‘પાર્ચ્ડ’ હાલમાં ખૂબ વિવાદોમાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ ખૂબ બોલ્ડ સીન આપ્યા છે. ફિલ્મ રબારી સમાજની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં રબારી અને માલધારી સમાજને હીન કક્ષાનો તેમજ સત્યથી વેગળો બતાવવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીને પગલે હાઇકોર્ટે સેન્સર બોર્ડ સહિતના પક્ષકારોને નોટીસ પાઠવી છે. અરજીમાં ફિલ્મમાં સમાજને દહેજ માંગતો, અભદ્ર ભાષાનો પ્રયોગ કરતો બતાવવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજીકર્તાએ દાવો કર્યો  હતો કે ફિલ્મમાં સમાજની મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની પણ માંગ  કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિએ કરી છે. નોંધનીય છે કે ફિલ્મ 23, સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.