સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 25 મે 2020 (11:10 IST)

ફિલ્મ અભિનેતા કિરણ કુમાર કોરોના સંક્રમિત, 14 દિવસ માટે થયા હોમ ક્વારંટાઈન

જાણીતા બોલીવુડ અભિનેતા કિરણ કુમારને કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 74 વર્ષીય કિરણ કુમારે થોડા દિવસ પહેલા જ પોતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.  જેમા તેમને કોરોના પોઝીટિવ જાહેર કર્યા. પણ કિરણ કુમારનુ કહેવુ છે કે તેમની અંદર કોરોનાના કોઈ લક્ષણ નથી. હાલ તેમને હોમ ક્વોરોંટીન 
કરવામાં આવ્યા છે 
 
કિરણ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે 'હું સારો અને સ્વસ્થ હતો. મારી અંદર કોઈ કોરોના લક્ષણો નથી. હું  14 મેના રોજ મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો જ્યાં હું કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરંતુ મને કોઈ લક્ષણો દેખાતા નથી, નથી તાવ, કે નથી શરદી-ખાંસી. હું ઠીક છું અને હવે હું મારી જાતને હોમ ક્વોરોંટાઈન કરી લીધો છે. 
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારો  મેડિકલ ટેસ્ટ 10 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો અને મારી અંદર અત્યાર સુધી કોરોનાનાં કોઈ લક્ષણો દેખાયા નથી. પરંતુ સાવધાની રાખીને, હું ત્રીજા માળે હોમ ક્વોરોંટીન છું અને મારો પરિવાર બીજા માળે રહે છે.
 
તેમણે કહ્યું કે હવે મારો બીજો ટેસ્ટ 26 કે 27 મેના રોજ થશે, પરંતુ હું હવે એકદમ સ્વસ્થ છું.
 
ઉલ્લેખનીય છે કે કિરણ કુમાર પહેલા બોલીવુડના ઘણા અન્ય કલાકારો પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે ગાયિકા કનિકા કપૂરનું નામ પહેલા આવે છે, ત્યારબાદ નિર્માતા કરીમ મોરાની અને તેની બે પુત્રીને પણ કોરોના ચેપ લાગ્યો હતો, પરંતુ યોગ્ય સારવારને કારણે, બધા જ તેમના ઘરે પરત ફર્યા છે.