ઐશ્વર્યા મજમુદારે હોળી પર્વ પર ગાયેલું ગીત 'શ્યામ વ્હાલા' થયું રિલીઝ

aishwarya majmudar
Last Modified શુક્રવાર, 6 માર્ચ 2020 (16:29 IST)

સમગ્ર દેશમાં અને હવે તો વિદેશમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં રંગોના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ભારતની હોળી વિશ્વભરમાં પ્રચલિત છે. હોળીના તહેવારમાં અવનવા ગીતો અને લોકગીતો પણ એટલાં જ પ્રચલિત છે. ત્યારે સમગ્ર દુનિયામાં જેનો સ્વર ગૂંજે છે એવી ગુજરાતની લોકપ્રિય ગાયિકા એશ્વર્યા મજમુદારનું હોળીના તહેવાર નિમિત્તે તેની યૂટ્યૂબ ચેનલ પર 'શ્યામ વ્હાલા' નામનું ગીત રીલિઝ કરવામાં આવ્યું છે.

આ ગીતનું સંગીત અમર ખાંધા એ સંગીત આપ્યું છે અને ચેતન ધાનાણીએ આ ગીત લખ્યું છે. આ ગીતમાં એશ્વરીયા મજમુદાર પણ જોવા મળી રહી છે. ગીતનું નિર્દેશન પ્રિન્સ ગુપ્તાએ કરેલું છે.
આ ગીતના સંગીતકાર અમર ખાંધા જણાવે છે, "જ્યારે મેં શ્યામ વાલા ગીતને કંપોઝ કર્યુ ત્યારે તેનો ભાવાર્થ ભગવાનના પ્રેમ માટેનો હતો. આ ગીતને દરેક ચાહકો સુધી પહોંચાડવામાં માટે
હું ટીપ્સ ગુજરાતી નો આભાર માનું છું. પ્રાદેશિક સંગીતને પ્રોત્સાહન આપવું જે ભારતીય સંગીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રિયા સરૈયાનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રોત્સાહન આપે છે. ઐશ્વરીયાના સુંદર અવાજમાં આ ગીત રેકોર્ડ કરવામાં મને આનંદ થયો અને ચેતન ધાનાણીએ ખુબ સુંદર ગીત લખ્યું છે

આ પણ વાંચો :