શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 8 ઑક્ટોબર 2016 (13:09 IST)

પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ હોવો જોઈએ- અરૂણા ઈરાની

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ કંઈક કરને યારની પત્રકાર પરિષદમાં આપણી ઈન્ડસ્ટ્રીઝની સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી અરૂણા ઈરાનીએ પાકિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઈક અને ઉરી હૂમલાને લઈને નિવેદન આપ્યું હતું કે જ્યારે ટીવી પર સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના સમાચારો ચાલી રહ્યાં હતાં તે જોઈને હું તાળીઓ વગાડતી હતી કે ખરેખર જેવો જવાબ આપવો જોઈતો હતો તેવો આપ્યો છે. પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંઘ હોવો જોઈએ.  જ્યારે તેમની સાથે રહેલા ટીકુ તલસાણિયાએ પણ પાકિસ્તાનની કલાકારોના નિવેદનને લઈને એક નિવેદન આપ્યું હતું કે પહેલા દેશ અને સેના છે બાદમાં કલાકારો આવે છે.

કંઈક કરને યાર એ એક પારિવારિક ફિલ્મ છે. જેમાં શ્રીમાન મહેતાની વાર્તા છે. તેમનો મિજાજ ખુબ જ કઠોર અને ઉગ્ર છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. અને અમેરિકામાં પોતાની દિકરી જિયા સાથે રહે છે. તેમનું એક જ સપનુ છે તેમની દિકરીના લગ્ન એક ભારતીય યુવક સાથે થાય. જ્યારે જિયાએ પોતાના ભવિષ્યને લઈને કંઈક અલગ જ સપના સેવ્યાં છે. આ ફિલ્મમાં એકાએક બે ત્રણ ઘટનાઓની હારમાળા સર્જાય છે. પછી શું થાય એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડે.

આ ફિલ્મનું પ્રોડક્શન ક્રિયા ફિલ્મ્સ દ્વારા કરાયુ છે. કબિર જાનીએ આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કર્યુ છે. ગીતો પણ તેમને લખ્યાં છે. સંગીત લાવન અને વિરલનું છે. ગીતોના ગાયકોની વાત કરીએ તો તેમાં ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક જેવા સિંગર્સ છે.આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો અરૂણા ઈરાની, ટિકુ તલસાણિયા, રાજ જતાનિયા, ધ્વનિ ત્રિવેદી, શિવાની પાંડેએ પોતાનો અજોડ અભિનય આપ્યો છે. આ ફિલ્મ આગામી નવેમ્બર મહિનાની 11 તારીખે રિલીઝ થવા જઈ રહી છે.