શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (15:34 IST)

દિકરી અવતર્યા બાદ અભિનેતા કવન શાહનો સિતારો ચમક્યો

કલર્સ ટીવી પર પ્રસારિત થતી છુટાછેડા નામની સિરિયલમાં ભૂમિકા ભજવ્યા બાદ અભિનેતા કવનને હવે સારૂ કામ મળી રહ્યું છે. તેનું કહેવું છે કે પરિથીના જન્મ બાદ મને હિરો તરીકેનો લીડ રોલ ટુંક સમયમાં આવનારી ફિલ્મ ‘માં’ માં મળ્યો છે. આ ફિલ્મ પહેલા પ્રિતમ આપણી પહેલી પ્રિતમાં પણ તેણે કામ કર્યુ છે. કવન હાલમાં બંગાળી ફિલ્મ ‘મોન સુધુ તોકે ચાહે’માં ડબિંગ પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું ગુજરાતીમાં ડબિંગ કરીને તેને ગુજરાતમાં રિલિઝ કરવામાં પણ આવશે. તે ઉપરાંત નવાજુદ્દિન સિદ્દિકી સાથે મન્તુ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મ નંદિતા દાસે દિગ્દર્શિત કરી છે. કવને બાવરી ફિલ્મમાં પણ વિલનની ભૂમિકા ભજવી છે. કવન આ સિવાય અન્ય ચાર ફિલ્મોનું કામ કરી રહ્યો છે . તેમાં તેની એક ફિલ્મ ફસાઈ ગયો નેતામાં નાસિરૂદ્દિન શાહ પણ અભિનય કરી શકે છે.