દિલ વિચ: 3 દિવસમાં આટલા લોકોએ જોયું આ ગીત, શું તમે જોયું આ રોમેન્ટિક ગીત

Dil Vich
Last Modified મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (22:55 IST)
પ્રેમ ને સમજાવવાના અનેક લોકો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવ્યા છે કોઈક એ ગીત દ્વારા તો કોઈક એ ફિલ્મ દ્વારા પોતાની રીતે પ્રેમ ને દર્શાવ્યા છે. કોઈપણ પ્રેમ ની વાત માં જયારે પ્રથમ પ્રેમ ની વાત કરવામાં આવે એ ખુબજ અનોખી લાગતી હોય છે અને ઘણા લોકો ને એ જોવી અને સાંભળવી ખુબજ ગમે છે.

ક્લાઉડલેન્ડ એન્ટરટેઇન્મેન્ટના આ રોમેન્ટિક સોન્ગ દિલ વિચમાં એક અનોખા પ્રકારમાં પ્રેમને રજુ કરવામાં આવ્યું છે જેમાં ભૌમિક પટેલ અને જાહન્વી ચૌહાણ જોવા મળ્યા છે આ ગીત ને લોકો એ ખુબજ વધારે પસંદ કર્યો છે અને માત્ર 3 દિવસ માં આ ગીતના 5 લાખથી વધારે લોકોએ જોયું છે જે પોતાની જાત માં એક સફળતા સૂચવે છે. આ સોન્ગનું મ્યુજિક અર્જુન પટેલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગીત ના એક્ટર, પ્રોડ્યુસર અને સિંગર ભૌમિક પટેલ એ જણાવ્યું કે "આ ગીત ગુજરાત ના સુરત અને દમણ ના લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ની ભવ્ય સુંદરતા દર્શાવવામાં આવી છે જેના માટે અમે દમણ ટુરિઝમ ના ખુબજ આભારી છીએ. અમે આ ગીત માટે ખુબજ મેહનત કરી છે અને કોઈપણ રીતે પ્રેમ ને લોકો સમક્ષ પ્રસ્તૃત કરવું જરાય પણ સહેલું હોતું નથી કેમકે પ્રેમ વિષે ઘણી બધી વસ્તુઓ બની ચુકી છે. હું મારી સમગ્ર ટિમ અને મારી કો એક્ટ્રેસ જાહન્વી ચૌહાણ નો ખુબ આભારી છું કે તેમણે અમને આ ગીત માં પૂરતો સહકાર આપ્યો છે."

એક્ટ્રેસ જાહન્વી ચૌહાણ એ જણાવ્યું કે "પ્રેમ હંમેશાં વિશેષ હોય છે, પરંતુ તમારો પહેલો પ્રેમ તમને સ્વાભાવિક રીતે અનન્ય એવી રીતે આગળ ધરે છે. તે તમને એવી અનુભૂતિઓનો પરિચય આપે છે જેની પહેલાં તમે ક્યારેય ન હતી, વધુ સારા માટે કે ખરાબ માટે અને અમે એ બધાજ અનુભવો અને લાગણીઓ લોકો ની સમક્ષ આ ગીત થકી રજુ કરવા માંગતા હતા.


આ પણ વાંચો :