ગરબા કવીન ફાલ્ગુની પાઠક ની ગુજરાતી ફિલ્મ માં એન્ટ્રી
રેડ વેલ્વેટ સિનેમા અને યુવરાજ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ હંગામા હાઉસ સાથે ગરબા કવીન ફાલ્ગુની પાઠક એ સૌપ્રથમવાર ગુજરાતી ફિલ્મ માં ગીત ગાયું છે જે ગુજરાતીઃ ઇન્ડસ્ટ્રી માટે ખુબજ ગર્વ ની વાત છે.
ફાલ્ગુની પાઠકે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે અને તે ફિલ્મ હંગામા હાઉસ આગામી 13 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. હંગામા હાઉસનું આ ગરબા ગીત ‘તારી મારી પ્રીત જાણે’ ને ફાલ્ગુની પાઠક અને ગુજરાતના જાણીતા સિંગર ઓસમાન મીર દ્વારા ગાવમાં આવ્યું છે. આ ગરબા સોંગના શબ્દો પરેશ હિંગુ દ્વારા લખવામાં આવ્યા છે અને પરેશ શાહ તેમજ ભાવેશ શાહ દ્વારા તેને કંપોઝ કરવામાં આવ્યું છે.