બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (12:22 IST)

દિયા ધ વન્ડર ગર્લ – કોરિયન ટેક્વાંડોમાં ગોલ્ડ વિજેતા દિયા પટેલની બાયોપિક

હાલમાં ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. ચાલ જીવી લઈએ તથા સાહેબ જેવી ફિલ્મો સિનેમાઘરોમાં ચાલી ગઈ એ વાત સૌ જાણે છે પણ ગુજરાતી ફિલ્મોમાં બાયોપિક ફિલ્મ બને એવું ક્યારેય બન્યું નથી પણ આ વખતે સ્પોર્ટ્સ પર ગુજરાતની દિકરીની બાયોપિક તૈયાર થઈ રહી છે. આ ફિલ્મનું નામ છે દિયા ધ વન્ડર ગર્લ. આ ફિલ્મમાં દિયા પટેલ ખુદ અભિનય કરી રહી છે. આવું પ્રથમ વાર પ્રાદેષિક ફિલ્મોમાં બની રહ્યું છે. દિયા- ધ વન્ડર ગર્લ 9 વર્ષની અમદાવાદની ગુજરાતી છોકરી દિયાની બાયોપિક છે. જેણે એક વર્ષ જેટલા થોડા જ સમયમાં નિરંતર તાલીમ, કઠીન પરિશ્રમ અને પોતાના તીવ્ર નિર્ણય દ્વારા કોરિયન ટેક્વાંડોમાં ‘સબ જુનિઅર માર્શિયલ આર્ટસ નેશનલ ગોલ્ડ વિજેતા’ બની છે.દિયાની માર્શલ આર્ટસની શીખ અને તાલીમ થી લઈને નેશનલ ગોલ્ડ વિજેતા બનવા સુધીની યાત્રા થોડી કઠીન રહી.
જયારે તે સબ જુનિઅર જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી હતી ત્યારે તેના પ્રતિસ્પર્ધી દ્વારા તેને ખરાબ રીતે ઈજા પહોંચી હતી. દિયાને થોડા દિવસો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ દિયાના પિતા તથા પરિવારના સભ્યો દ્વારા દિયાની તાલીમ છોડાવી દેવામાં આવી અને તેના માતા દ્વારા દિયાની તાલીમ માટે કરવામાં આવતા પ્રયત્નો પર પણ રોક મુકવામાં આવ્યો. આ સમય  તેના કોચ મહેન્દ્ર માટે પણ કપરો સમય હતો. પરંતુ દિયાની ઈચ્છા અને દ્રઢ નિર્ણય તેને તેની તાલીમમાં કઠીન પરિશ્રમ સાથે પાછી લાવી તેમજ ટુર્નામેન્ટ જીતવાની સફર શરૂ થઇ. દિયાની ગોલ્ડ મેડલ જીતવા સુધીની સફર પણ થોડી વિવાદાસ્પદ રહી હતી પરંતુ તેણે કટોકટીના સમયમાં હિંમતથી કામ લઈને અંતે નેશનલ ગોલ્ડ મેડલ જીતીને પોતાના માતા-પિતા, પરિવારજનો તથા તમામ ગુજરાતીઓ માટે ગર્વનું પ્રતિક બની