શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (08:17 IST)

મહિલા દિવસ પર ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી- ધ વોરિયર ક્વિનનો ફર્સ્ટ લુક રિલીઝ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આગામી મોસ્ટ અવેઈટેડ અને સૌથી મોટી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી'ના મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યુ છે. નાયિકા દેવી - ધ વૉરિઅર ક્વીન 12મી સદ્દીમાં થયેલી સત્ય ઘટનાઓ પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ ભારતવર્ષની સૌથી પહેલી મહિલા યોદ્ધા વિશે છે, ગુજરાતની ચાલુક્ય વંશની રાણી જેણે પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું અને વર્ષ 1178માં સૌથી ખતરનાક સેનાપતિ મોહમ્મદ ગોરી ને યુદ્ધના મેદાનમાં પરાજિત પણ કર્યો. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ખુશી શાહ રાણી નાયિકા દેવીનું પાત્ર ભજવી રહી છે.
 
આ ફિલ્મના નિર્દેશક નીતિન જી. જેમણે વૉટ અબાઉટ સાવરકર (મરાઠી) અને અશ્વમેઘમ (તેલુગુ) જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. નિર્માતા ઉમેશ શર્માએ એટ્રી એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યું છે. 'નાયિકા દેવી' ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી પહેલી ઐતિહાસિક પિરિયડ ફિલ્મ છે જેમાં ઈન્ડસ્ટ્રીના અન્ય નામી કલાકારો પણ છે.
 
આ ફિલ્મ આ વર્ષે 6 મેના રોજ રિલીઝ થવાની છે.
જોનર: ઐતિહાસિક 
પ્રોડક્શન હાઉસ: એટ્રી એન્ટરટેઇન્મેન્ટ 
નિર્દેશક: નીતિન જી. 
DOP: જયપાલ રેડ્ડી 
નિર્માતા: ઉમેશ શર્મા 
E.P.: નરેન્દ્ર સિંહ
કોરિયોગ્રાફી: સમીર અર્શ તન્ના
મ્યુઝિક: પાર્થ ભરત ઠક્કર
ગીતકાર: ચિરાગ ત્રિપાઠી  
આર્ટ: વિનાયક હોજાગે
કોસ્ટ્યૂમ: વિદ્યા મૌર્ય, કૃપા ઠક્કર 
એકશન: સ્ટંટ શ્રી
સ્ટોરી: ઉમેશ શર્મા
સ્ક્રીન પ્લે: રામ મોરી 
ડાઈલોગ: રામ મોરી, ચિરાગ ત્રિપાઠી
 
એટ્રી એન્ટરટેઇન્મેન્ટ વિશે:
 અગાઉ, એટ્રી એન્ટરટેઇન્મેન્ટએ સફળ રીતે બહુ બધી ફિલ્મો અને વીડિયો પ્રોજેક્ટસનું નિર્માણ તથા સહ નિર્માણ કર્યું છે જેવાકે ક્યાં ઉખાડ લોગે? - MX   પ્લેયરની શોર્ટ ફિલ્મ, જોરાડી જગદંબા, આવી નવરાત્રી, 100% સેલ (ગુજરાતી), વક્ત કી બાતેં (હિન્દી) અને ઓયે યાર (હિન્દી). આ ઉપરાંત એટ્રી એન્ટરટેઇન્મેન્ટ આવનારા સમયમાં પ્રતીક ગાંધી, બ્રિન્દા ત્રિવેદી અભિનીત હરણા (ગુજરાતી) અને ખુશી શાહ અભિનીત ક્યાં મેં મેન્ટલ હું? (હિન્દી) જેવી ફિલ્મોનું નિર્માણ કરશે.