સેલ્ફ ક્વોરેન્ટાઇનનો આ રીતે ઉપયોગ કરી છે આ ગુજરાતી અભિનેત્રી

khushi
Last Modified મંગળવાર, 7 એપ્રિલ 2020 (10:52 IST)
ગુજરાતી અભિનેત્રી સેસમયનો ઉત્તમ ઉપયોગ કરતા કહે છે કે, ‘એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું.’
ખુશી શાહ જે છેલ્લે સુપરહિટ ફિલ્મ અફરા તાફરીમાં જોવા મળી હતી તે હાલમાં ઘરે રહીને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને સેલ્ફ ક્વોરેન્ટાઇન સમય પસાર કરી રહી છે.
khushi
અભિનેત્રી દરરોજ વિવિધ વાનગીઓ તૈયાર કરીને રસોઈ કળા પર હાથ અજમાવી રહી છે. ફક્ત રસોઈ જ નહીં પરંતુ ઘરે રહીને ખુશી તેના વર્કઆઉટ સેસન્સથી આપણને ફિટનેસ ગોલ પણ આપી રહી છે અને તે ફિટ રહેવામાં કોઈ કસર છોડતી નથી. ખુશી શાહ જે મૂવી પ્રેમી છે તે હાલમાં નવા સિનેમાની સાથે તેની અન્ય મનપસંદ મૂવીઝને પણ માણી રહી છે.
khushi
ખુશી શાહ વ્યક્ત કરે છે, “જાતે બનાવેલ ભોજન ખાવામાં ખૂબ સંતોષ છે. આ ક્વોરેન્ટાઇન સમય દરમિયાન, હું મારી જાતને રસોઈ કરવામાં, વાંચવામાં, નૃત્ય શીખવામાં, નવુ સિનેમા જોવામાં અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખુ છું. એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું. બધાને ઘરે રહેવા વિનંતી છે. આ ક્વોરેન્ટાઇન સમયને કંઇક નવું શીખવા માટે તેમજ ખુશ અને સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરો, જે તમારો સમય પસાર કરવાનું સરળ બનાવે તેવી કોઈ મનગમતી પ્રવૃતિ કરો."
ખુશી શાહ સોશિયલ મીડિયા પર એક મોટો ફેન બેઝ માણે છે. અભિનેત્રીના દિલચસ્પ ટિકટોક વીડિયોઝ અને તેની નોંધપાત્ર અભિનય કુશળતા ખૂબ લોકપ્રિય છે.ખુશી શાહ પાસે હાલ 3 પ્રોજેક્ટ્સ લાઇનમાં છે જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહ્યા છે


આ પણ વાંચો :