મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (16:38 IST)

ગુજરાતી ફિલ્મોના સુપરહિટ હીરો રાજદીપની પહલી હિંદી ફીચર ફિલ્મ 'યહ કૈસી હૈ આશિકી' 19 અગસ્ત રિલીઝ થઈ રહી છે

જી. એન. બી. ફિલ્મ્સ પ્રેઝન્ટ્સ મર્ડર, સસ્પેન્સ, હોરર, થ્રિલરથી ભરપુર સંગીતમય હિન્દી 'ફિલ્મ યહ કૈસી હૈ આશિકી' માં ગુજરાતીના સુપરહિટ હીરો રાજદીપ છે અને ફિલ્મના નિર્માતા જી. એન. બી. અને વંદના બી. રાવલ અને ફિલ્મના દિગ્દર્શક છે સુભાષ જે. શાહ એ કર્યું છે.ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું સંગીત ટી. સિરીઝ દ્વારા રિલીઝ કરાયું છે.સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

      ફિલ્મ યહ કૈસી હૈ આશિકીના હીરો રાજદીપ ગુજરાતી ફિલ્મોના સુપરહિટ હીરો છે. તેમનું અસલી નામ ઝમીર ખાન છે જ્યારે રાજદીપ તેમનું ફિલ્મી નામ છે. છેલ્લા પચીસથી વધુ વરસથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.તેમણે ગુજરાતીમાં દેશ રે જોયા દાદા પરદેશ જોયા, ઊંચી મેડીના ઊંચા મોલ, હાલોને આપણા મલકમાં જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું છે.રાજદીપે જણાવ્યું કે, આ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે. ફિલ્મમાં એક અમીર વ્યક્તિ છે જેની ઉંમર પચાસ વરસ કરતા વધુ છે અને તેને 17 થી 20 વરસની છોકરીઓ પ્રેમ કરે છે. આખરે જુવાન છોકરીઓ પૈસાદાર આધેડને પ્રેમ શું કામ કરે છે? ત્યાર બાદ એ અમીર વ્યક્તિના કેવા હાલ થાય છે? શું એ માત્ર પ્રેમ હતો કે સોદો કે મજબુરી? એ ફિલ્મમાં દર્શાવાયું છે. જે દરેકને માટે શીખ સમાન છે. ફિલ્મનો બીજો હીરો છે અતુલ સોની, જેણે ઘણું સારૂં કામ કર્યું છે.’

       ફિલ્ની કથા-પટકથા રાજદીપની છે જ્યારે દિગ્દર્શન સુભાષ જે. શાહનું. ફિલ્મના નિર્માતા જી. એન. ભાઈ અને વંદના બી. રાવલ છે. સંગીત શિવમ બાગચી, સંવાદ સુરેશ જોશી, ગીત અમિતાભ રંજન અને માહિલ પલધવીનાં છે. એડિટર અનિલ પટેલ, કેમેરામેન હિતેશ બેલદાર, એક્શન ઇલિયાસ માસ્ટર, ડાન્સ અશ્વિન માસ્તર અને રામદેવન. પ્રોડક્શન મેનેજર જિગ્નેશ ખત્રી અને ઇમરન ખાન. ગાયકો છે ઝહીર રાજ, પલક મુછલ, મમતા શર્મા, પામેલા જૈન. ફિલ્મના મુખ્ય કલાકારો છે રાજદીપ, સુખબીર લાંબા, અતુલ સોની, સિપ્રા ગૌર, આત્મારામ ત્રિપાઠી, વંદના રાવલ, સ્વાતિ મુખર્જી, ગોકુલ બારૈયા, સંદીપ શર્મા, રાજુ ભરૂચી, શકીલ ડોક્ટર, સચીન રાજપુત, ગુલા શેખ, રવિ દત્તા, શોભનાબહેન, ફિરોઝ, રામલખન શર્મા, અર્જુન ભરૂચી, નિકુલસિંહ ચુડાસમા, રાજુ, બાબુ તથા અન્યો.