મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 17 ઑગસ્ટ 2016 (12:03 IST)

ગુજરાતી ફિલ્મ "તુ તો ગયો"નું મ્યુઝિક લોન્ચ થયું, આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, બેંગ્કોક તથા ઈટાલીમાં થયું

ગુજરાતી ફિલ્મોમાં કોમેડી ફિલ્મોનું નિર્માણ આજકાલ વધી રહ્યું છે. હવે આવનારી મોટાભાગની ફિલ્મોમાં કોમેડીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તો તેની સાથે કેટલીક રોમેન્ટીક અને પારિવારિક ફિલ્મો પણ બની રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ "તુ તો ગયો"નું મ્યુઝિક અમદાવાદમાં મંગળવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ પરિસ્થિતીને આધારે થતી કોમેડી પર દર્શાવવામાં આવેલી ફિલ્મ છે. જે ચાર મિત્રો હર્ષ, રોની, સુમિત અને કિશોર અંબાણીના જીવનની આસપાસ ફરતી દેખાય છે. હર્ષ પોતાની મસ્તીમાં મસ્ત રહેનારો આધુનિક યુવાન છે. તે હંમેશા સ્ત્રીઓને પોતાની આસપાસ ફેરવી રહ્યો છે. તેનો મુખ્ય એજન્ડા એવો છે કે તેના અન્ય મિત્રોની જેમ બોરિંગ લાઈફ નથી જીવવી. તે પોતાની મિત્રને સારો સમય આપવામાં માને છે. તેનું એવું માનવું છે કે પુરૂષ ક્યારેય એક સ્ત્રી સાથે લાંબા સમય સુધી ખુશ ના રહી શકે. હર્ષના જીવનમાં પણ કંઈક અવળું જ બને છે. તેની સગાઈ તેની પ્રેમિકા આયેશા સાથે થાય છે. થોડા સમયમાં જ આ સંબંધ તૂટવાની અણી પર આવી જાય છે. હર્ષ કોઈ પણ સંજોગોમાં આયેશાને મેળવવા માંગે છે અને તેના ત્રણ મિત્રો તેની મદદ પણ કરે છે. ત્યારે ચારેય જણા એક મુસીબતમાં ફસાઈ જાય છે.આ ફિલ્મમાં થ્રિલર, હાસ્ય, ડ્રામા, એક્શનની મજા છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, બેંગ્કોક તથા ઈટાલીમાં થયું છે.

આ ફિલ્મમાં સંગીત પણ ખૂબજ સારૂ છે. દર્શન રાવલ જેવા ઉગતા કલાકારે આ ફિલ્મમાં સંગીત, ગાયન અને ગીતકાર એમ ત્રણ પ્રકારની ભૂમિકા અદા કરી છે. ગુજરાતી સિનેમામાં સૌપ્રથમ વાર ઝી કંપની કોઈ ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક રિલીઝ કરશે.

આ ફિલ્મના બે ગીતોનું શૂટિંગ પણ વિદેશી લોકેશન પર કરવામાં આવ્યું છે. તો તેની સાથે બોલિવૂડની અભિનેત્રી પણ આ ફિલ્મમાં કેમિયો કરતી નજરે પડશે. આ ફિલ્મનું દિગ્દર્શન ધ્વની ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રોડક્શન શંકુ,ઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કરાયું છે. આ ફિલ્મની સ્ટોરી પણ ધ્વની ગૌતમે લખી છે અને સંવાદો વિપુલ શર્મા દ્વારા લખાયા છે.