રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (17:12 IST)

મનીષ સૈની નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની’એ 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગોલ્ડન લોટસ જીત્યો

gandhi and company
gandhi and company
ગુજરાતી ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની' જેમાં દર્શન જરીવાલા, રેયાન શાહ, હિરણ્ય ઝીંઝુવાડિયા, જયેશ મોરે, દ્રુમા મહેતા, શરદ વ્યાસ અને ધ્યાની જાની કલાકારો છે તથા મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત અને MD મીડિયા કોર્પ પ્રોડક્શન હેઠળ મહેશ દન્નાવર દ્વારા નિર્મિત છે. ‘ગાંધી એન્ડ કંપની' ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં ત્રીજી એવી ફિલ્મ છે જેણે માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર પ્રસ્તુત,  ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ હેઠળ નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં સ્વર્ણ કમલ/ગોલ્ડન લોટસનું સન્માન મેળવ્યું છે.  ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુ દ્વારા આવતા મહિને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
 
અગાઉ કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત 'ભવની ભવાઈ' અને અભિષેક શાહ દ્વારા નિર્દેશિત' હેલ્લારો' એ આ પ્રતિષ્ઠિત સ્વર્ણ કમલ/ગોલ્ડન લોટસ એવોર્ડ જીત્યો હતો. ગાંધી એન્ડ કંપની આ એવોર્ડ જીતનારી ત્રીજી ગુજરાતી ફિલ્મ બની છે. 'ગાંધી એન્ડ કંપની' એક હળવી ગુજરાતી કોમેડી ફિલ્મ છે જે ગાંધીવાદી મૂલ્યોની પૃષ્ઠભૂમિ સાથે મનોરંજક રીતે પ્રામાણિકતા અને સંવાદિતાના વાર્તા કહે છે. આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી ડ્રામા છે. મનીષ સૈની જેમણે અગાઉ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘ઢ' નું દિગ્દર્શન કર્યું હતું. લેખક અને દિગ્દર્શક તરીકે આ તેમની બીજી ફિલ્મ છે. 
 
આ ફિલ્મનું નિર્માણ મહેશ દન્નાવરે કર્યું છે જેમણે ગુજરાતી ફિલ્મ “શુ થયુ?!”નું નિર્માણ કર્યું હતું. જે MD મીડિયા કોર્પના બેનર હેઠળ બનેલી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ હતી
દિગ્દર્શક મનીષ સૈની કહે છે, "અમે સમાજને અર્થપૂર્ણ ફિલ્મ કન્ટેન્ટ આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમને આનંદ છે કે અમારા પ્રયાસોને માન્યતા મળી રહી છે અમને આશા છે કે વધુને વધુ લોકો ફિલ્મ જોશે અને તેની પ્રશંસા કરશે. નિર્માતા મહેશ દન્નાવર કહે છે, "રાષ્ટ્રીય પુરસ્કાર જીતવો એ અમારા માટે ખુબ જ મોટી સિદ્ધિ અને સન્માનની વાત છે અને આ અમને વધુને વધુ કન્ટેન્ટ આધારિત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે." આ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ એવા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા દર્શન જરીવાલા કહે છે, “આ આપણા બધા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે અને આપણા બાળકો માટે ગર્વની વાત છે."