ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2023 (17:05 IST)

અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા'નું ટ્રેલર લોન્ચ કર્યું હતું હવે આ ફિલ્મનું 'ટેહુંક' સોંગ લોન્ચ કરાયું

Amitabh Bachchan launched the trailer of Gujarati film,
Amitabh Bachchan launched the trailer of Gujarati film,
નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ આ વર્ષની મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા' દર્શકો સમક્ષ લાવી રહ્યા છે જેમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી ઉપરાંત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, એશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોમાં હિતુ કનોડિયા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ અગત્યની ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર 21મી જુલાઈના રોજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું અને ટ્રેલરને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે તથા ઇન્ટરનેટ પર હાલમાં ટ્રેન્ડિંગ બની ગયું છે. 
 
હવે વર્ષનું સૌથી મોટું મલ્ટી સ્ટારર પેપી ગીત 'ટેહુંક' લોન્ચ થઇ ગયું છે જેમાં ફિલ્મની છ સ્ટાર કાસ્ટ સામેલ છે. સંગીત કેદાર અને ભાર્ગવે કમ્પોઝ કર્યુ છે. ગાયકો આદિત્ય ગઢવી અને ભાર્ગવ પુરોહિત છે તથા શબ્દો ભાર્ગવ પુરોહીતે લખ્યા છે.નિર્માતા વૈશાલ શાહની આ ટ્રાઓ સાથે 2015માં છેલ્લો દિવસ, 2018માં શુ થયુ ફિલ્મ દ્વારા ઈતિહાસ રચ્યા પછી હવે 2023માં 'ત્રણ એક્કા' એ ત્રીજી ફિલ્મ છે. હકીકતમાં શ્રી આનંદ પંડિત સાથે 'ડેઝ ઑફ તાફરી', 'ચેહરે' અને 'ફક્ત મહિલાઓ માટે' પછી આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મ તેમની છેલ્લી બ્લોકબસ્ટર રિલીઝ 'ફક્ત મહિલાઓ માટે'ના બરાબર એક વર્ષ પછી રિલીઝ થવા જઈ રહી છે.
gujarati film
gujarati film
નિર્માતા આનંદ પંડિત કહે છે, “હું અને વૈશલ શાહ મનોરંજન સાથે સિનેમા બનાવવાની બાબતમાં એક જ વિચારધારા રાખીએ છીએ. હું અમારી સુપરહિટ સ્ટારકાસ્ટ યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્રા ગઢવીને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છું. 'ટેહુંક' ટ્રેક ચોક્કસપણે અમારી ફિલ્મ 'ત્રણ એક્કા'ની દુનિયાની ઝલક આપે છે." 
નિર્માતાઓએ ફિલ્મના સેટ અને કોરિયોગ્રાફી પાછળ 50 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. મુંબઈથી ડાન્સર્સ બોલાવ્યા અને આપણી ગુજરાતી ફિલ્મોને અપનાવી તેને પ્રેમ કરતા દર્શકો માટે મોટી સ્ક્રીનનો જાદુ ટકાવી રાખવા માટે ફિલ્મના સેટ પર મોટી રકમ ખર્ચી. આ ફિલ્મનું નિર્દેશન રાજેશ શર્માએ કર્યું છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.