શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 માર્ચ 2021 (19:02 IST)

શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ, અમેરિકાના ગુજરાતી પ્રેક્ષકો માટે નવા મનોરંજન અને આકર્ષક યોજનાઓ સાથે આવી રહ્યું છે.

શેમારૂ એન્ટરટેઇન્મેન્ટએ લાંબા સમયથી ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટમાં જોડાયેલું છે અને હવે તે ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટ માર્કેટમાં ખુબ જ મોટા પાયે ગુજરાતી મનોરંજનનું મોટું કેન્દ્ર બનવા જય રહ્યું છે. શેમારૂમી ઘણા બધા કન્ટેન્ટ સાથે ગુજરાતી પ્રેક્ષકોને મનોરંજન આપી રહ્યું છે. અને આગળ જતા બ્રાન્ડની ઘણી બધી નવી ઘોષણાઓ છે જે અમેરિકાના ગુજરાતી પ્રેક્ષકોનું ખાસ કરીને મનોરંજન કરશે. શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ 55 વર્ષથી વધુનો વારસા સાથે વિશાળ કન્ટેન્ટ લાઈબ્રેરી ધરાવે છે જે પ્લેટફોર્મ પરના પ્રેક્ષકોની મસાલા ભર્યા કન્ટેન્ટની જરૂરિયાતોને સંતોષે છે.

શેમારૂ એન્ટરટેઇન્મેન્ટનું મૂળ ગુજરાતી છે અને અમેરિકાનું માર્કેટ  હંમેશાં મુખ્ય કેન્દ્રિત બજારોમાંનું એક રહ્યું છે. તેનો હેતુ પરિવારના તમામ વયજૂથોની મનોરંજનની જરૂરિયાતોને અનુરૂપ એક પ્લેટફોર્મ પર તમામ ગુજરાતી પ્રેક્ષકોને એક સાથે લાવવા અને સ્થાનિક ગુજરાતી પ્રતિભા પર ધ્યાન દોરવાનું છે.
શ્રી હિરેન ગડા, CEO  શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ, શેમારૂને તેની કીર્તિ તરફ આગળ ધપાવી રહ્યા છે અને હવે તે જ દ્રષ્ટિ અમેરિકાના માર્કેટમાં લાવશે. એક ગુજરાતી ઉદ્યોગસાહસિક હિરેન ગડાએ હંમેશાં અમેરિકાને ખૂબ જ મજબૂત અને ઉચ્ચ સંભવિત માર્કેટ માન્યું છે. ગુજરાતી પ્રેક્ષકો  શેમારૂની આગામી મોટી ઘોષણાનો અનુભવ કરશે. મનોરંજનની આ વ્યક્તિગત અને કસ્ટમાઇઝ કરેલી ભેટ પ્રેક્ષકોને ચોક્કસ આકર્ષિત કરશે અને તેમને વધુ જોવા માટેની ઈચ્છાને જાગૃત કરશે.
શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ વિશે :
શેમારૂ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ એ એક અગ્રણી વૈશ્વિક કન્ટેન્ટ પાવર હાઉસ છે, જેણે કન્ટેન્ટ માલિકીના ક્ષેત્રમાં એકત્રીકરણ અને વિતરણમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. શેમારૂ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મુખ્ય ભાગ રહ્યો છે અને તેણે ઘણા વર્ષો દરમિયાન ઉત્તમ નિર્માણ ગૃહો સાથે સંબંધો જાળવવાનું સંચાલન કર્યુ છે.
37૦૦થી વધુ ટાઇટલના વૈવિધ્ય સભર અને વધતા જતા સંગ્રહ સાથે, શેમારૂએ વિવિધ ભારતીય ભાષાઓમાં, 30થી વધુ દેશોમાં ગ્રાહકોને પ્રીમિયમ કન્ટેન્ટ અને સેવાઓ પ્રદાન કરી છે. પાંચ દાયકાથી વધુ સમયથી અસ્તિત્વમાં રહેલી આ બ્રાન્ડની સાથે, શેમારૂ દરેક શૈલીમાં, અલગ અલગ વય જૂથોમાં કન્ટેન્ટ પહોંચાડે છે જેવા કે ચલચિત્રો, કોમેડી, ભક્તિ અને બાળકો જેવા શૈલીમાં દરેક જૂથોનું મનોરંજન આપે છે.
દરેક પ્રેક્ષકોને શુ જોવું ગમે છે તે સમજવા માટે કંપની ખુબ જ સક્ષમ છે, યુટ્યુબ, નેટફ્લિક્સ, હોટ સ્ટાર, સ્ટાર ગોલ્ડ, ઝી સિનેમા, વોડાફોન, રિલાયન્સ જિઓ, ટાટાસ્કાય, એપલ આઇટ્યુન્સ, એટિસલાટ જેવા કેટલાક મોટા મીડિયા પ્લેટફોર્મ્સના વિશ્વસનીય ભાગીદાર બનવા માટે માત્ર મદદ જ કરી નથી, પરંતુ જે ક્યારેય વિચાર્યું ન હતું તે રીતે શેમારૂએ મનોરંજનના અનુભવો વિકસાવ્યા. આજે, શેમારૂ ડિજિટલ ઇકોસિસ્ટમમાં એક પ્લેયર તરીકે વિકસ્યો છે. ટ્વિટર #ફિલ્મીગાનેઅંતાક્ષરી સાથે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ એ શેમારુ તેની ‘ડિજિટલફર્સ્ટ’ દ્રષ્ટિ પ્રત્યે સાચી હોવાનો પુરાવો છે.
શેમારૂએ પોતાનો વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શેમારૂમીને 2019માં લોન્ચ કર્યું અને તાજેતરમાં શેમારૂ મરાઠીબાના,એક ફ્રી-ટૂ-એર મરાઠી ફિલ્મ ચેનલ અને શેમરૂટીવી, એક હિન્દી સામાન્ય મનોરંજન સાથે પ્રસારણ વ્યવસાયમાં પ્રવેશ કરીને તેના આઉટરીચને મજબૂત બનાવ્યું   ફ્રી-ટૂ-એર ચેનલ જે પ્રેક્ષકોને મનોરંજન માટે સર્વોચ્ચ ટીઆરપી સાથેના ડેઇલી સોપ પ્રદાન કરે છે.