ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Modified: ગુરુવાર, 22 જુલાઈ 2021 (13:11 IST)

Guru Purnima 2021- આષાઢી પૂનમ કે ગુરૂ પૂર્ણિમા ક્યારે છે? જાણો શુભ મૂહૂર્ત વિશેષ સંયોગ અને મહત્વ

આષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા પણ કહે છે. આ વર્ષે આષાઢી પૂર્ણિમા કે ગુરૂ પૂર્ણિમા 24 જુલાઈ દિવસ શનિવારે છે. આષાઢી પૂર્ણિમાના દિવસે જ મહર્ષિઅ વેદ વ્યાસનો જન્મ થયુ હતું. તેણે માનવ જાતિને ચાર વેસોનો જ્ઞાન આપ્યુ હતું. અને બધા પુરાણોની રચના કરી હતી. મહર્ષિ વેદ વ્યાસને જોતા આષાઢી પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ગુરૂની પૂજા કરાય છે. આષાઢી પૂર્ણિમાને વ્રત રાખવાની સાથે જ ભક્ત ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને સત્યનકરાયણ કથાનો પાઠ કે શ્રવણ કરે છે. 
 
આષાઢી પૂર્ણિમા કે ગુરૂ પૂર્ણિમા શુભ મૂહૂર્ત 
હિંદુ પંચાગ મુજબ આષાઢી મહિનાના પૂર્ણિમા 23 જુલાઈ (શુક્રવારે) સવારે 10 વાગીને 43 મિનિટથી શરૂ થશે જે 24 જુલાઈની સવારે 8 વાગીને 06 મિનિટ સુધી રહેશે. ઉદય તિથિમાં પૂર્ણિમા ગણવાના કારણે 24 જુલાઈ શનિવારે જ ઉજવાશે. 
 
24 જુલાઇના રોજ આ રીતે ગુરુ પૂર્ણિમાની પૂજા કરો, જાણો શું ફાયદા થશે
ગુરુ પૂર્ણિમા અથવા અષાઢી  પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિધ્ધિ અને પ્રીતિ યોગનો શુભ જોડાણ થઈ રહ્યું છે. પ્રીતિ યોગ 24 જુલાઇને સવારે 6.12 થી શરૂ થશે, જે 25 જુલાઇને સવારે 03: 16 સુધી ચાલુ રહેશે. સર્વાર્થ ધ્ધિ યોગ આ દિવસે બપોરે 12.40 વાગ્યાથી બીજા દિવસે 25 જુલાઈના રોજ સવારે 05:39 સુધી રહેશે. આ બંને યોગ શુભ કાર્યોની સિદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.