1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતી
Written By
Last Updated : શનિવાર, 27 એપ્રિલ 2024 (15:53 IST)

Hanuman Jayanti 2024: કેવી રીતે થયો હનુમાનજીનો જન્મ, જાણો શું કહે છે પૌરાણિક કથા

Hanuman Birth Story:  દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે. તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી. આ ઉપરાંત હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે, તેમની કૃપાથી કામમાં આવતા અવરોધો જલ્દી દૂર થવા લાગે છે.
 
આઠ ચિરંજીવોમાંથી ભગવાન હનુમાન  એક છે. તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દરમિયાન  ભક્તો દ્વારા સાચા મનથી કરવામાં આવતી પૂજા ખૂબ જ ફળદાયી છે. હનુમાનજીના વિશેષ દિવસે દેશભરના મંદિરોમાં પૂજા અને ભંડારોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા પણ સંભળાવવામાં આવે છે. જો તમે હનુમાનજીના જન્મની વાર્તા વાંચવા માંગતા હોય તો આ લેખ તમારા માટે લાભકારી છે. અમે તમને બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે વિગતવાર બતાવી રહ્યા છીએ.
 
બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી વાર્તા
ધાર્મિક કથા અનુસાર, હનુમાનજી ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે. તેમના જન્મ વિશે એવું કહેવાય છે કે, જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી રામના રૂપમાં આ પૃથ્વી પર જન્મ લીધો હતો, ત્યારે ભગવાન શિવે તેમની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો. બીજી બાજુ, રાજા કેસરી તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા. આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઈચ્છિત વરની માંગણી કરવા કહ્યું.
 
ભગવાન  શિવના આ શબ્દોથી માતા અંજના ખુશ થઈ ગયા અને તેમને કહ્યું કે તેમને આવો જ  પુત્ર મળવો જોઈએ જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર, ગતિમાં પવન જેવો ગતિશીલ અને બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય. માતા અંજનાના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવનદેવના રૂપમાં યજ્ઞકુંડમાં અર્પણ કર્યો. બાદમાં આ શક્તિ માતા અંજનાના ગર્ભમાં પ્રવેશી. ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો.
 
મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઊડવા લાગ્યા અને તેજગતિથી ત્રણ હજાર યોજન ઊચે ગયા, ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને પરત  પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન વાતાત્મજન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ(હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.
 
પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા. તેઓ બધા  ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે. તેઓ અનેક પ્રકારની રામાયણો, પદ્મ, સ્કન્દ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે. રામભક્ત હનુમાન... પવનપુત્ર વીર હનુમાનને તેમની જન્મજયંતી પર વંદન....
 
હનુમાનજીના 108 નામ
 
1.આંજનેયા : અંજનાનો પુત્ર
2. મહાવીર - સૌથી બહાદુર 
3. હનૂમત - જેના ગાલ ફુલેલા છે. 
4. મારુતાત્મજ - પવન દેવ માટે રત્ન જેવા પ્રિય 
 
5. તત્વજ્ઞાનપ્રદ - બુદ્ધિ આપનારા 
6. સીતાદેવિમુદ્રાપ્રદાયક - સીતાની અંગૂઠી ભગવાન રામને આપનારા 
 
7. અશોકવનકાચ્છેત્રે - અશોક બાગનો વિનાશ કરનારા 
8. સર્વમાયાવિભંજમ - છલના વિનાશક 
9. સર્વબન્ધવિમોક્ત્રે - મોહને દૂર કરનારા 
10. રક્ષોવિધ્વંસકારક - રાક્ષસોનો વધ કરનારા 
11. પરવિદ્યા પરિહાર - દુષ્ટ શક્તિયોનો નાશ કરનાર 
12. પરશૌર્ય વિનાશન - શત્રુના શોર્યને ખંડિત કરનારા 
13. પરમન્ત્ર નિરાકર્ત્રે - રામ નામનો જાપ કરનારા 
 
14. પરયન્ત્ર પ્રભેદક - દુશ્મનોના ઉદ્દેશ્યને નષ્ટ કરનારા 
15. સર્વગ્રહ વિનાશી - ગ્રહોના ખરાબ પ્રભાવોને ખતમ કરનારો 
16. ભીમસેન સહાયકૃથે - ભીમના સહાયક 
17. સર્વદુખ: હરા: દુખોને દૂર કરનારા 
18. સર્વલોકચારિણે - બધા સ્થાને વાસ કરનારા 
19. મનોજવાય - જેની હવા જેવી ગતિ છે. 
 
20. પારિજાત દ્રુમૂલસ્ય - પ્રાજક્તા ઝાડની નીચે વાસ કરનારા 
21. સર્વમંત્રે સ્વરૂપવતે - બધા મંત્રોના સ્વામી 
22. સર્વતન્ત્ર સ્વરૂપિણે - બધા મંત્રો અને ભજનોના આકાર જેવા 
23. સર્વયન્ત્રાત્મક - બધા યંત્રોમાં વાસ કરનારા 
24. કપીશ્વર - વાનરોના દેવતા 
25. મહાકાય - વિશાલ રૂપવાળા 
26. પ્રભવે - સૌને પ્રિય 
28. બળ સિદ્ધિકર - પરિપૂર્ણ શક્તિવાળા 
29. સર્વવિદ્યા સમ્પત્તિદાયક - જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરનારા 
30. કપિસેનાનાયક - વાનર સેનાના પ્રમુખ 
31. ભવિષ્યથ્ચતુરાનનાય - ભવિષ્યની ઘટનાઓના જ્ઞાતા 
32. કુમાર બ્રહ્મચારી - યુવા બ્રહ્મચારી 
33. રત્નકુન્ડલ દીપ્તિમતે - કાનમાં મણિયુક્ત કુંડલ ધારણ કરનારા 
34. ચંચલદ્વાલ સન્નદ્ધલમ્બમાન શિખોજ્વલા - જેની પૂછડી તેમના માથાથી પણ ઊંચી છે. 
35. ગન્ધર્વ વિદયાતત્વજ્ઞ - આકાશીય વિદ્યાના જ્ઞાતા 
36.મહાબલ પરાક્રમ : મહાન શક્તિના સ્વામી
37.કારાગ્રહ વિમોક્ત્રે : કૈદમાંથી મુક્ત કરનારા 
38.શૃન્ખલા બન્ધમોચક: તનાવને દૂર કરનારા
39.સાગરોત્તારક : સાગરને કૂદીને પાર કરનારા
40.પ્રાજ્ઞાય : વિદ્વાન
41.રામદૂત : ભગવાન રામના રાજદૂત
 
42.પ્રતાપવતે : વીરતા માટે પ્રસિદ્ધ
43.વાનર : વાંદરો 
44.કેસરીસુત : કેસરીનો પુત્ર
45.સીતાશોક નિવારક : સીતાના દુ:ખનો નાશ કરનારા
46.અન્જનાગર્ભસમ્ભૂતા : અંજનીના ગર્ભમાંથી જન્મ લેનારા
47.બાલાર્કસદ્રશાનન : ઉગતા સૂરજની જેવા તેજસ
48.વિભીષણ પ્રિયકર : વિભીષણના હિતૈષી
49.દશગ્રીવ કુલાન્તક : રાવણના રાજવંશનો નાશ કરનારા
50.લક્ષ્મણપ્રાણદાત્રે : લક્ષ્મણના પ્રાણ બચાવનારા
51.વજ્રકાય : ધાતુની જેમ મજબૂત શરીર
52.મહાદ્યુત : સૌથી તેજસ
53.ચિરંજીવિને : અમર રહેનારા
54.રામભક્ત : ભગવાન રામના પરમ ભક્ત
55.દૈત્યકાર્ય વિઘાતક : રાક્ષસોંની બધી ગતિવિધિયોંને નષ્ટ કરનારા
56.અક્ષહન્ત્રે : રાવણના પુત્ર અક્ષયનો અંત કરનારા
57.કાંચનાભ : સોનેરી રંગનું શરીર
58.પંચવક્ત્ર : પાંચ મુખવાળા
59.મહાતપસી : મહાન તપસ્વી
60.લન્કિની ભંજન : લંકિનીનો વધ કરનારા 
61.શ્રીમતે : પ્રતિષ્ઠિત
62.સિંહિકાપ્રાણ ભંજન : સિંહિકાના પ્રાણ લેનારા
63.ગન્ધમાદન શૈલસ્થ : ગંધમાદન પર્વત પાર નિવાસ કરનારા
 
64.લંકાપુર વિદાયક : લંકાને સળગાવનારા 
65.સુગ્રીવ સચિવ : સુગ્રીવના મંત્રી
66.ધીર : વીર
67.શૂર : સાહસી
68.દૈત્યકુલાન્તક : રાક્ષસોંનો વધ કરનારા
69.સુરાર્ચિત : દેવતાઓં દ્વારા પૂજનીય
70.મહાતેજસ : અધિકાંશ દીપ્તિમાન
71.રામચૂડામણિપ્રદાયક : રામને સીતાનો ચૂડો આપનારા 
 
72.કામરૂપિણે : અનેક રૂપ ધારણ કરનારા
73.પિંગલાક્ષ : ગુલાબી આઁખોંવાળા 
74.વાર્ધિમૈનાક પૂજિત : મૈનાક પર્વત દ્વારા પૂજનીય
75.કબલીકૃત માર્તાણ્ડમણ્ડલાય : સૂર્યને ગળી જનારા 
76.વિજિતેન્દ્રિય : ઇંદ્રિયોંને શાંત રાખનારા
77.રામસુગ્રીવ સન્ધાત્રે : રામ અને સુગ્રીવની વચ્ચે મધ્યસ્થ
78.મહારાવણ મર્ધન : રાવણનો વધ કરનારા
79.સ્ફટિકાભા : એકદમ શુદ્ધ
80.વાગધીશ : પ્રવક્તાઓંના ભગવાન
81.નવવ્યાકૃતપણ્ડિત : બધી વિદ્યાઓંમાં નિપુણ
82.ચતુર્બાહવે : ચાર હાથવાળા 
83.દીનબન્ધુરા : દુખિયોંના રક્ષક
84.મહાત્મા : ભગવાન
85.ભક્તવત્સલ : ભક્તોંની રક્ષા કરનારા 
86.સંજીવન નગાહર્ત્રે : સંજીવની લાવનારા 
87.સુચયે : પવિત્ર
88.વાગ્મિને : વક્તા
89.દૃઢવ્રતા : કઠોર તપસ્યા કરનારા
90.કાલનેમિ પ્રમથન : કાલનેમિના પ્રાણ હરનારા
91.હરિમર્કટ મર્કટા : વાનરોંના ઈશ્વર
92.દાન્ત : શાંત
93.શાન્ત : રચના કરનારા
94.પ્રસન્નાત્મને : હંસમુખ
95.શતકન્ટમદાપહતે : શતકંટના અહંકારને ધ્વસ્ત કરનારા
96.યોગી : મહાત્મા
97.રામકથા લોલાય : ભગવાન રામની સ્ટોરી સાંભળવા માટે વ્યાકુળ 
98.સીતાન્વેષણ પણ્ડિત : સીતાની શોધ કરનારા
99.વજ્રદ્રનુષ્ટ : લાગણીઓ પર નિયંત્રણ કરનારા 
100.વજ્રનખા: વજ્રની જેમ મજબૂત નખ
101.રુદ્રવીર્ય સમુદ્ભવા : ભગવાન શિવનો અવતાર
102.ઇન્દ્રજિત્પ્રહિતામોઘબ્રહ્માસ્ત્ર વિનિવારક : ઇંદ્રજીતના બ્રહ્માસ્ત્રના પ્રભાવને નષ્ટ કરનારા
103.પાર્થ ધ્વજાગ્રસંવાસિને : અર્જુનના રથ પાર વિરાજમાન રહેનારા
104.શરપંજર ભેદક : તીરોના માળાને કો નષ્ટ કરનારા
105.દશબાહવે : દસ હાથવાળા 
106.લોકપૂજ્ય : બ્રહ્માંડના બધા જીવોં દ્વારા પૂજનીય
107.જામ્બવત્પ્રીતિવર્ધન : જામ્બવતના પ્રિય
108.સીતારામ પાદસેવક : ભગવાન રામ અને સીતાની સેવામાં તલ્લીન રહેનારા