શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : સોમવાર, 10 એપ્રિલ 2017 (13:22 IST)

11 એપ્રિલ હનુમાન જયંતી ઉત્સવ પર કરો આ ઉપાય(see video)

શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુખોને મટાડીને વિશિષ્ટ ફળ આપે છે.  
 
હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય 
મેષ રાશિ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો 
વૃષ રાશિ - રામચરિતમાનસના સુંદર-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો. 
 
મિથુન રાશિ - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો. 
 
કર્ક રાશિ - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો. 
 
સિંહ રાશિ - રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો 
 
કન્યા રાશિ - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીવા પ્રગટાવો. 
 
તુલા રાશિ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો 
 
વૃશ્ચિક રાશિ  - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો 
 
ધનુ રાશિ - રામચરિતમાનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં આરોગો.  
 
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસુર ચઢાવીને માછલીઓને ખવડાવો. 
 
કુંભ રાશિ -  રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરે અને હનુમાનજી પર મીઠી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવે 
 
મીન રાશિ - હનુમંત બાહકનો પાઠ કરે અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવે.