બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By દિપક ખંડાગલે|

શું તમે કેન્સરથી બચાવ કરવા માગો છો ?

કેન્સરનું નામ સાંભળતા જ કેટલાકના પગ ઢીલા પડી જાય છે.કેટલાક લોકો એવું માનું છે કે કેન્સર એટલે કેન્સલ. જો કે મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિને લીધે કેન્સરનો રોગ પહેલા જેટલો ખતરનાક રહ્યો નથી.તેનું નિદાન થઇ શકે છે. તેમ છતાં કેટલીક બાબતો એવી છે જેનું પહેલાંથી ધ્યાન રાખવામાં આવે તો આ રોગથી આપણે બચી શકીએ છીએ. તો કેન્સરથી બચવા માટે કઇ કાળજી રાખવી જોઇએ તે અંગેની માહીતી મેળવીએ.

* સૌ પ્રથમ તો આપણા શરીરનું વજન પ્રમાણસર કરી નાખવું જોઇએ. કારણ કે મેદસ્વીપણાથી સ્તન કેન્સર અને મળાશય કેન્સરની શક્યતા વધે છે.

* શકય હોય ત્યાં સુધી પ્રદૂષણથી દૂર રહેવું જોઇએ અને સુરક્ષિત રહેવાનો પ્રયત્ન પણ કરવો જોઇએ.

* અપૂરતી ઊંઘ લગભગ ઘણા રોગો નું મૂળ હોય છે. માટે પૂરતા પ્રમાણમાં ઊંઘવુ જોઇએ. સામાન્ય રીતે રોજના 8 થી 10 કલાકની ઊંઘ યોગ્ય છે.

* ધૂમ્રપાન, દારૂ, ડ્ર્ગ્સ જેવા કોઈપણ પ્રકારના નશા કે વ્યસનથી દૂર રહેવું.

* શરીરને કસરત મળે તેવા શારીરિક કાર્યો કરવા. નિયમિત કસરત કરવી.

* જો તમે પૈપિલોમાગ્રસ્ત વાયરસનો ભોગ બનેલી કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધો છો ? જો તમાઓર જવાબ હા માં હોય તો તમને પણ તેનો ચેપ લાગી શકે છે. તેથી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ન બાંધવો.

* આહારમાં લીલાં શાકભાજી, ચણા અને ફળનું પ્રમાણ વધુ રાખવું જોઇએ. શાકભાજી અને ફળમાં રહેલા ફાઈબર રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. તે કોઈપણ પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. કોબીજ, ફૂલાવર, ગાજર જેવા શાકભાજી વધુમાં વધુ પ્રમાણમાં ખાવા જોઇએ.

* જમવામાં ખાંડનું પ્રમાણ ઘટાડવું જોઇએ તે વધુ લાભદાયી નિવડે છે. એક અભ્યાસ અનુસાર મહિલાઓમાં ખાંડના વધુ પ્રમાણથી કોલોરેક્ટલ કેન્સરની શક્યતા વધી જાય છે.

* તમે જે ખાદ્ય તેલ વાપરો છો તે સ્વાસ્થ્ય માટે કેટલું પૌષ્ટીક છે તેની પૂરતી તપાસ કરવી. જમવામાં ઓલિવ ઓઈલ કે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવો.

* સ્ત્રીઓએ લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ ન કરવો. તેના વધુ પડતા ઉપયોગથી સ્તન કેન્સર, હૃદય રોગ અને લીવર કેન્સરની શક્યતા વધી જાય છે. બને ત્યાં સુધી હોર્મોન સંબંધી થેરાપી પણ ટાળવી.

* જમવામાં મીઠાનો ઉપયોગ માપસરનો કરવો. વધુ પડતું મીઠું આરોગવાથી પેટના કેન્સરની શક્યતા વધી જાય છે.

* સૌથી અગત્યનું એ છે કે લાગણીઓ પરનો અંકુશ જોઇએ. વધુ પડતું લાગણીશીલ બનવું કેન્સરને આમંત્રણ આપ્યા બરાબર છે. જો તમે પૌષ્ટીક આહાર લઈ રહ્યા છે પણ ભાવનાત્મક રીતે નબળા છો તો પૌષ્ટીક ખોરાક પણ તમારા માટે નકામો છે.