રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By વેબ દુનિયા|

રંગોની આરાધનાનો તહેવાર હોળી

PTI

રંગો વિના સંસાર કેટલો સુનો, અદધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને ઓળખવા માટે અગણિત આંખો આપી અને તેનાથી આનંદિત થઈ શકે તેવી ચેતના પણ પ્રદાન કરી. એ કહેવું મુશ્કેલ છે કે તેને વિવિધ રંગોને જોવા માટે આંખો આપી કે આંખોની રચના બાદ તેના રસ્તા મનને અવર્ણનીય સુખ પહોચાડવા માટે પ્રકૃતિમાં રંગ વેર્યા. આજકાલ સજાવટી કલર બનાવનાર કંપનીઓ અત્યાધુનિક કોમ્પ્યુટરના માધ્યમથી જેટલા રંગ અને શેડસ પોતાના ગ્રાહકને આપી રહી છે કે ભવિષ્યમાં આપશે તેનાથી લાખ ઘણાં લોભામણા કલર તે પરમાત્માએ પોતાની પીંછી દ્વારા પૃથ્વીના દરેક કણ કણમાં ભરી દિધા છે. સંસાર રચનારે કહ્યું કે માણસ ફૂલોમાં, પતંગિયામાં, મોરમાં, સૂરજ-ચંદ્રની સાથે સાથે ડગથી ડગ માંડીને ચાલતાં અને દરેક પળે ચહેરો બદલતાં આકાશના ચિત્તાકર્ષક રંગોમાં, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં સૃષ્ટિની રચયિતાની સુંદરતાની ઝલક મેળવી શકે તેને સત્યં શિવં સુંદરમનું જ્ઞાન મેળવવાનો અવસર મળે.

રંગોની અનુભૂતિ કરનાર, ખૂબસુરતીથી આનંદિત થનાર મન ભગવાને માણસને આપ્યું છે. ઘણાં પશુ પક્ષીઓ અલગ અલગ રંગ જોવા અને ઓળખવામાં અસક્ષમ હોય છે. જો કે પશુ પક્ષીઓને જુદા જુદા રંગ, પેટર્ન, ડિઝાઈન, રંગ સંયોજન વગેરે વારસામાં મળે છે. બીજી બાજુ વિડંબના છે કે રંગોથી સૃજીત થનાર સૌદર્યનો પુજારી હોવા છતાં પણ મનુષ્ય જાતે રંગીન મીજાજ તો થઈ શકે છે પણ પોતે રંગીલો નથી થતી શકતો.

તે વધારે અને ઓછો ગોરો હોઈ શકે છે, સાવલો, ઘૌવરર્ણૉ પણ હોઈ શકે છે પરંતુ પતંગિયા જેવા અલૌકિક રંગો નથી મેળવી શકતો. તે પોતાની ચારે બાજુ રંગીન વસ્તુઓ, રંગીન પ્રાણીઓ વગેરેને જોઈ શકે છે અને તેની અંદર પોતે પણ અનુભવી ન શકે તેવી દબાયેલી ઈચ્છા હોય છે પરંતુ તેની આ છટપટાહટ બહાર નથી જોઈ શકાતી.

રંગોની આ અભિલાષા જ્યારે સામાજીક, સામુહિક બની જાય છે તો હોળી આવે છે. રંગોની આરાધનાનો એક અનોખો સામાજીક તહેવાર અસ્તિત્વમાં આવી જાય છે અને લોકો એકબીજાને જુદા જુદા રંગોમાં નાંખી દે છે. ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે, રંગ ભરીને એકબીજા પર પીચકારીઓ મારે છે. માણસ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક અનુભવે છે. માણસ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક મહેસુસ કરે છે અને તનની સાથે સાથે મનને પણ રંગી લે છે.

સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૂપ આપવાનો એક અવસર છે. એક અદ્વિતિય તહેવાર છે હોળી. પહેલાં આપણા દેશની અંદર હોળી અને વસંતોત્સવ ઘણાં દિવસો સુધી ઉજવવામાં આવતો હતો. હોળીની સાથે જોડાયેલ આસુરીવૃત્તિવાળા હિરણ્યકશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદ નએ હોળીકાની કથા તો દરેક વ્યક્તિના મનમાં વસેલી છે. પોતાના પરસેવાની કમાણીથી પાકેલ અનાજ પર ખુશી ઉજવતાં ખેડુતો માટે પોતાના આનંદને સાર્વજનિક કરવાનો પણ એક રસ્તો છે. ભારત છે જ ગામડાઓનો દેશ.

રંગોના તહેવારની શરૂઆત દુનિયામાં જો ક્યાયથી થઈ હોય તો તે છે ભારત. સંસારના કયા ખુણામાં જનસામાન્યના આ ખુશનુમા તહેવાર માટે આવા મસ્ત લોકો મળતાં હતાં?