સંબંધિત સમાચાર
- Ahmedabad Plane Crash: દુર્ઘટનાની તપાસ.. જે હોસ્ટલ પર પડ્યુ હતુ એયર ઈંડિયાનુ પ્લેન તેને ખાલી કરાવવાનો આદેશ
- ગુજરાતના 300 થી વધુ સરકારી વકીલોને 3 મહિનાથી પગાર મળ્યો નથી
- ગુજરાતમાં ગરમીથી ક્યારે મળશે રાહત, ક્યારે આવશે વરસાદ ?
- Mehsana News: કર્જમાં ડુબેલા પતિ-પત્ની અને પુત્રએ નર્મદા નહેરમાં કુદીને આપ્યો જીવ
- Breaking News- ગુજરાત હાઈકોર્ટને ને ધમકીભર્યો ઇ-મેલ મળ્યો
ગુજરાતમાં આફતનો વરસાદ, ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદથી આવતીકાલે સ્કુલ કોલેજ બંધ રહેશે
rain in gujarat
સોમવારે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ પડ્યો હતો. ચોમાસાની શરૂઆત સાથે જ ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
#Bhavnagar battered by heavy rain! In #Shihor, viral video shows 2 rickshaws & 2 Activas swept away by fierce water currents. Streets resemble rivers as flooding worsens. Stay alert, stay safe! #Gujarat #rains #Flooding #Monsoon2025 pic.twitter.com/Qo2i06blKk
— sudhakar (@naidusudhakar) June 17, 2025
આ સાથે પાલિતાણામાં લગભગ 12 ઇંચ વરસાદ પડ્યો છે. ગઢડામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે ઘેલા નદીમાં નવું પાણી આવ્યું છે. ઇશ્વરિયા ગામનો પુલ તૂટી ગયો છે, જેના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો છે.
As per forecast, continuous heavy rain is being observed in parts of Botad and #Surendranagar districts.
— Weatherman Uttam (@WesternIndiaWX) June 17, 2025
⚠️ Due to intense rainfall, flood-like situations have emerged in low-lying areas.
???? Waterlogging and overflow in local drains have been reported#GujaratRains #botad pic.twitter.com/KsBujwxQ40
ગઢડામાં ઘેલા નદી બંને કાંઠે પૂરની સ્થિતિમાં છે. ગઢડામાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલા નદીમાં નવું પાણી આવ્યું છે. ઘેલા નદી પર બનેલા રામઘાટ ડેમ ઓવરફ્લો થવાને કારણે ઘેલા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. રામઘાટ ડેમ ગઢડાના લોકો માટે જીવનરેખા સમાન છે.
બોટાદમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી ત્રણથી ચાર સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટી તરફ જતો મુખ્ય રસ્તો કમર સુધી પાણીથી ભરાઈ ગયો હોવાથી લોકો પરેશાન છે. ઘણા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે.
આવતીકાલે એટલે કે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
આગામી 7 દિવસની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. અને આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
