Breaking News- ગુજરાત હાઈકોર્ટને ને ધમકીભર્યો ઇ-મેલ મળ્યો
સોમવારે ગુજરાત હાઈકોર્ટને ધમકીભર્યો ઇ-મેલ મળ્યો. માહિતી મળતાં જ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો કાફલો ત્યાં પહોંચ્યો.
ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હાઈકોર્ટના ઈ-મેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો છે. પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ હાઈકોર્ટ પહોંચી ગઈ છે. હાઈકોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે .