શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By વેબ દુનિયા|

કેમિકલયુક્ત કલરથી બચો

W.D

હોળીના રંગોનો તહેવાર છે અને પ્રાચીનકાળથી જ આ દિવસે રંગનું મહત્વ રહ્યું છે. પરંપરાથી ચાલી આવતાં આ તહેવારમાં પહેલાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થતો હતો પરંતુ ધીરે-ધીરે આની જગ્યા ચટકીલા અને રાસાયણિક રંગોએ લઈ લીધી. તો હોળી રમતી વખતે આનાથી થોડીક સાવધાન રહેવાની જરૂરત છે નહિતર તે તમને નુકશાન પહોચાડશે.

જેવી ઠંડીની ઋતુ ગુમ થઈ જાય છે તેની સાથે જ આગમાન થાય છે ઋતુઓના રાજા વસંતનું. આની સાથે જ ખુશનુમા સવારની મંદ-મદ પવનની શરૂઆત થઈ જાય છે અને આની સાથે જ તે લઈ આવે છે અંદરો અંદર ભાઈચારાની ભાવના. તેથી જ તો હોળીને ખુશી અને ભાઈચારાનો મહાન તહેવાર ગણાવ્યો છે. સ્નેહ અને સંબંધોનો પ્રેરણા સ્ત્રોત ધરતીના ખુણે ખુણે હરિયાળી લઈ આવે છે અને ફૂલો દ્વારા તેના રંગબીરંગ રંગોને વેરી દે છે. તેની મહેકથી આખુ વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આખરે હોળી તો રંગોન જ તહેવાર છે. પરંતુ પોતાની જીંદગીમાં સંબંધોની અંદર પણ રંગ વેરતુ આ પર્વ હવે ફક્ત ભૌતિક રંગ સુધી જ સિમિત રહી ગયું છે. ખુશીમાં લોકો સંશ્લેષિત અને રાસાયણિક રંગોનો ખુબ જ ઉપયોગ કરે છે તેની ત્વચા પર ખરાબ અસર પડે છે. ઘણાં લોકોને તો આ તહેવાર પર રમતમાં ત્વચાને લગતાં વિકારોની ભેટ જીંદગીભર માટે મળી જાય છે. લોકો હોળી રમવામાં એટલા બધા મશગુલ થઈ જાય છે કે ઘણી વખત રાસાયણિક રંગોને તેઓ પી લે છે અને કોરા રંગો ખાઈ પણ લે છે જે જીવલેણ સાબિત થાય છે.

ખાસ કરીને આજકાલ બજારની અંદર મળતાં રંગો કોઈને કોઈ પણ પ્રકારના રસાયણિક મિશ્રણથી જ બને છે. આને ફક્ત વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી જ તૈયાર કરવામાં આવે છે. તેઓ આનો ઉપયોગ કરનાર લોકો પર કેવો પ્રભાવ પડશે તેની જરા પણ ચિંતા નથી કરતાં. આની અંદર અમ્લીય અને ક્ષારિય બંને પ્રકારના રંગોનો સમાવેશ થાય છે. હોળી રમવા માટે હવે ખાસ કરીને આનો જ ઉપયોગ થાય છે. કેમકે આ રંગો સસ્તા હોય છે અને દરેક જગ્યાએ ખુબ જ સરળતાથી મળી પણ જાય છે. બીજી એ વાત કે આ થોડાક જ પ્રમાણમાં પાણીમાં ભેળવવાથી તે ઘાટા થઈ જાય છે. આ જ વિશેષતાઓને કારણે આપણે ઘણી વખત હોળી રમવાના ચક્કરમાં ઘણાં ભયને નોતરી દઈએ છીએ. પુરૂષોની સરખામણીમાં મહિલા અને બાળકોની ત્વચા નાજુક હોય છે તેથી આ રંગો તેમને ઘણું નુકશાન પહોચાડી શકે છે.

આજકાલ તો લોકો હવે જનૂનમાં આવીને ગ્રીજ, પેંટ, ચારકોલ અને કેરોસીન તેલ વગેરે ભેળવીને પણ લગાવવા લાગી જાય છે. હોળીની ખુશીમાં રંગોના નામ પર આ વસ્તુઓનું પ્રચલન દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે. આ પદાર્થ જેટલી વાર સુધી શરીર પર લાગેલા રહે છે તેટલા ઉંડા ચાલ્યા જાય છે. આને છોડાવવા માટે કઠોર સાબુ અને કેરોસીનનો ઉપયોગ તો વધારે ઘાતકી બની જાય છે.

જરૂરી સમજો તો અબીલ અને ગુલાલથી જ હોળી રમો અને વધારે સમય સુધી ગુલાલને પણ શરીર પર ન રહેવા દેશો કેમકે પસસેવાની સાથે મળીને આ પણ શરીરની અંદર જઈને ભળી જાય છે. એટલા માટે યોગ્ય તે જ રહેશે કે હોળી રમ્યા બાદ તુરંત જ સ્નાન કરી લો. રંગોનો તહેવાર ઉજવવાની ખુશીમાં પોતાની ત્વચાને નુકશાન ન પહોચાડશો. હોળી ખુશીઓનો તહેવાર છે બધા જ ઉજવો અને ખુશ રહો અને ખુશી વહેંચો.