શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By વેબ દુનિયા|

થોડીક સાવધાની જરૂરી

W.D

હોળી રંગોનો તહેવાર છે અને હોળી રમવી બધાને સારૂ લાગે છે. પરંતુ હોળી રમ્યા બાદ કલરને છોડાવવા ખુબ જ અઘરા લાગે છે. આ ડરને કારણે ઘણાં લોકો તો હોળી રમતાં જ નથી. પરંતુ હવે આનાથી ડરવાની જરૂર નથી કેમકે અહીં આનાથી પીછો છોડાવવાના નુસખા આપ્યાં છે. હોળી રમતાં પહેલાં આને એક વખત અવશ્ય વાંચો-

* આજકાલ રાસાયણિક રંગોનો ખુબ જ ઉપયોગ થાય છે જેનો શરીરની ચામડી પર ખુબ જ પ્રભાવ પડે છે. એટલા માટે હોળીનો આનંદ લીધા બાદ જેટલું જલ્દી બની શકે તેટલા આ રંગોને છોડાવો. આને વધારે સમય સુધી ત્વચા પર રહેવા દેશો નહિ.

* કપડા પરથી અને વાળમાંથી જેટલો સુકો કલર કાઢી શકો તેટલો કાઢી લો. ત્યાર બાદ સુકા મુલાયમ કપડા વડે રંગને છોડાવો.

* રંગોને ધીરે ધીરે છોડાવો વધારે પડતી ચામડીને ઘસવાથી ત્વચા પર બળતરા થાય છે અને છોલાઈ જવાનો ભય પણ રહે છે.

* બેસન કે લોટની અંદર લીંબુનો રસ નાંખીને તેનાથી રંગને છોડાવી શકો છો. દહી અને નારીયેળના તેલથી પણ ત્વચાને ધીરે ધીરે ઘસીને તેને દૂર કરી શકો છો.

* રંગને દૂર કરવા માટે કેરોસીન કે કપડા ધોવાના સાબુનો ઉપયોગ ન કરશો.

* વાળમાંથી રંગને દૂર કરવા માટે પહેલાં તેને સારી રીતે ખંખેરી લો જેથી કરીને તેમાંથી સુકો રંગ નીકળી જશે. ત્યાર બાદ વાળને સાદા પાણીથી ધોઈ લો. બેસન કે દહી અને આમલા વડે પણ વાળને ધોઈ શકો છો. આમળાને આગલી રાત્રે પલાળીને રાખી દો. ત્યાર બાદ વાળની અંદર શેમ્પુ કરો. શેમ્પુ કરી લીધા બાદ એક મગ પાણીની અંદર એક ચમચી સીરકો નાંખીને ધોઈ લો.

* આંખોની અંદર રંગ કે ગુલાલ પડી જાય તો તુરંત જ સાદા પાણીથી આંખોને ધોઈ લો. જો બળતરા ઓછી ન થતી હોય તો એક વાસણની અંદર પાણી ભરીને આંખોને તેની અંદર ડુબાળી રાખો અને તેને ચારે દિશામાં ગુમાવો. થોડીક વાર બાદ ગુલાબજળના થોડાક ટીંપા નાંખીને આંખો બંધ કરી રાખો. શક્ય હોય તો આંખોની ઉપર નીચે ચંદનનો લેપ લગાવો અને તેને સુકાયા પહેલા જ ધોઈ લો. તેનાથી આરામ મળશે.

* રંગ છોડાયા બાદ ત્વચા સુકી થઈ જાય છે અને ખેંચાય છે અને શરીરના ખુલ્લા ભાગની અંદર બળતરા થવા લાગે છે. તો ત્વચાને પહેલાંની સ્થિતિમાં લાવવા માટે ચહેરા પર અને હાથ પગ પર મોઈશ્ચરાઈઝર અને બોડી લોશન લગાવવું જોઈએ.

* જરૂરત જેવું લાગે તો હોળી રમ્યા બાદ ફેશિયલ, મેનિક્યોર અને પેડિક્યોર પણ કરાવી શકો છો.