શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By વેબ દુનિયા|

હોળી પર શુ નહી કરો ?

W.D
હોળી મુખ્યત્વે આનંદ ઉલ્લાસ અને ભાઈ ચારોનો તહેવાર છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ આને ઉજવવાના ઢંગમાં વૃધ્ધિ થઈ ગઈ. આનાથી મિત્રતા તો દૂર દુશ્મની થવાની શરૂઆત થઈ ગઈ.

- આ પ્રસંગે અબીલ, ગુલાલ અને સુંદર રંગોની જગ્યાએ કેટલાક અસભ્ય અને ઓછી બુધ્ધિવાળા લોકો કીચડ, માટી, ન છૂટવાવાળા પાકા ઝેરીલા રંગ વગેરેનો પ્રયોગ કરે છે. જેનાતેહે તહેવારની પવિત્રતા ઓછી થતી જાય છે. જેથી આનો પ્રયોગ ન કરો.

- આ પ્રસંગે ગંદા અને અશ્લીલ મજાક પણ નહી કરવા જોઈએ.

- ટાઈટલ આપતી વેળાએ આપણે બીજાના આત્મ સમ્માનનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.
- આપણે આ તહેવાર નિમિત્તે કોઈનુ દિલ દુ:ખાય તેવો વ્યવ્હાર ન કરવો જોઈએ.

- આ દિવસે હોળિકા દહન માટે લીલા વૃક્ષોને કાપીને આગને હવાલે ન કરવા જોઈએ. આનાથી અમારી કિમતી લાકડીનુ નુકશાન થાય છે, સાથે સાથે પર્યાવરણનો નાશ પણ થાય છે.

આ રીતે આપણ પ્રેમ અને એકતાના પ્રતિક સમાન આ તહેવારને હર્ષ અને ઉલ્લાસ સાથે જ ઉજવવો જોઈએ.