રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (11:39 IST)

Holika Dahan 2024 - હોળી દહન દરમિયાન ભદ્રાકાળ, 3 કલાક પછી સુધી શુભ કાર્ય વર્જિત, જાણો જ્યોતિષ મુજબ શુ રહેશે સાચુ મુહૂર્ત

Holi bhadra
Holi bhadra
હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર માસમાં નવા વર્ષની શરૂઆત થાય છે અને હિન્દુ ધર્મમાં નવા વર્ષનુ સ્વાગત રંગોનો તહેવાર હોળી સાથે કરવામાં આવે છે. આ દરમિયાન લોકો એક બીજા પર રંગ, અબીલ, ગુલા લગાવીને હોળીની શુભેચ્છા આપે છે અને હોળીનો પરિવાર સાથે ઉત્સવ ઉજવે છે.  પણ હોળીના ઠીક પહેલા હોળી દહન કરવામાં આવે છે. આ દરમિયાન લોકો લાકડી, ખરપતવાર સહિત અનેક બીજી વસ્તુઓ નાખીને હોળી દહનનો તહેવાર ઉજવે છે. 
 
આ વર્ષે 24 માર્ચના રોજ હોળી દહન કરવામાં આવશે. હોળી દહન માટે યોગ્ય સમયનુ હોવુ ખૂબ જરૂરી છે. જ્યોતિષ અનિરુદ્ધ જોશી બતાવે છે કે આ વર્ષે 24 માર્ચના રોજ હોળી દહન થશે અને રાત્રે હોળી દહન કરવામાં આવશે. 
 
હોળી પર ભદ્રા જાણો કયા મુહૂર્તમાં હોળી દહન કરવુ યોગ્ય રહેશે 
 
જ્યોતિષાચાર્ય પંડિત અનિરુદ્ધ જોષી બતાવે છે કે હોળી દહન કરવા માટે 24 માર્ચ રાત્રે 10:35 પછી યોગ્ય સમય શરૂ થઈ જશે. તેમણે જણાવ્યુ કે 24 માર્ચના રોજ સવારથી લઈને રાત્રે  10:35 સુધી ભદ્રા કાળ લાગેલો રહેશે. ભદ્રા કાળમાં કોઈપણ પ્રકારનુ શુભ કાર્ય, પૂજા પાઠ, હોમ જાપ, હવન વગેરે કરવામાં આવતુ નથી. ભદ્રાકાળમાં બધા કામ કરવા વર્જિત માનવામાં આવે છે. 
 
આવામાં ભદ્રાકાળમાં હોળી દહન ન કરવુ જોઈએ. ભદ્રા કાળ પછી જ હોળી દહન કરવુ યોગ્ય રહેશે. તેથી 10:35 પછી હોળી દહન કરી શકાય છે. 
 
અહી જુઓ હોળી દહન કરવાનો સૌથી યોગ્ય સમય 
 
પંડિત અનિરુદ્ધ જોશીએ જણાવ્યુ કે ભદ્રાકાળ સમાપ્ત થયા પછી આ નિયમ છે કે 3 કલાક સુધી કોઈપણ પ્રકારનુ શુભ કામ થતુ નથી. 24 માર્ચના રોજ રાત્રે 10.35 સુધી ભદ્રાકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ કારણે રાત્રે 12.55 થી લઈને સવારે 3 વાગ્યા સુધી હોળી દહન કરી શકાય છે. 
 
જ્યોતિષાચાર્યએ એ પણ બતાવ્યુ કે સવારે 3:00 વાગ્યા પચી સવારનો સમય હોય છે અને તેને બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. બ્રહ્મ મુહુર્તમાં પણ હોળી દહન કરી શકાતી નથી. તેથી આ વર્ષે હોળી દહન રાત્રે 12.55 મિનિટથી લઈને સવારે 3.30 મિનિટ સુધી જ કરી શકાશે.