હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે.  આ તહેવારની સૌથી મોટી ખાસિયત છે કે તેને દેશભરના દરેક ખૂણામાં ખૂબ ધૂમધામની સાથે ઉજવવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા હોળી દહનનો તહેવાર આવે છે. જે 13 માર્ચ 2025ના રોજ હશે.  હોલિકા દહનના દિવસે વિશેષ પ્રકારની પૂજા પાઠ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે હોલિકા દહનની પૂજા કરવાથી ઘરમાં આવી રહેલ નેગેટિવિટી દૂર થાય છે અને ખુશીઓ આવે છે. જ્યોતિષ મુજબ હોળીના દિવસે રાશિ મુજબ કેટલાક ઉપાય અપનાવવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. 
				  										
							
																							
									  
	 
	મેષ રાશિ -  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ હોલિકા દહનના દિવસે જટાવાળુ એક નારિયેળ લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ. પછી આ નારિયેળ પર કુમકુમ અને ચોખા ચઢાવો અને પછી બાતાશા ચઢાવો. પૂજા કરતી વખતે તમારી સમસ્યા વિશે બોલો અને  નારિયેળ પર નાડાછડી બાંધો. હોલિકા દહન દરમિયાન  અગ્નિમા નાળિયેરને મૂકો.
				  
	 
	વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ હોલિકા દહનના દિવસે ગુલાબી રંગનું કપડું લાવો અને તેમાં 11 સોપારી અને 5 કોડી બાંધીને એક  પોટલી બનાવવી જોઈએ. આ પોટલી  પર ચંદન અને અત્તર લગાવો અને તેને તમારા માથા પર 7 વાર ઉતારી દો. આ પછી હોલિકા દહનના દિવસે રાત્રે તેને આગમાં મૂકી દો. આમ કરવાથી રોજગાર સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	મિથુનઃ- મિથુન રાશિના લોકોએ હોલિકા દહનના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરતી વખતે તેમની સામે 27 મખાના મુકવા જોઈએ. આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને રાત્રે ચંદ્ર ભગવાનની પૂજા કરો. પછી તમારી ઈચ્છા બોલતી વખતે, તમારા જમણા હાથથી મખાનાને આગમાંનાખો.
				  																		
											
									  
	 
	કર્ક રાશિ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્ક રાશિના લોકો હોળી દહનના દિવસે ઘઉ અને ચોખાના લોટથી ચોમુખી દીવો બનાવવો જોઈએ. પછી આ દિવાને તલના તેલમાં નાખીને પ્રગટાવો અને ઘરના મુખ્ય દરવાજા પર મુકી દો.  હોલિકા દહની પૂજામાં જવના 27 દાણા નાખો. આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. 
				  																	
									  
	 
	સિહ રાશિ - સિંહ રાશિના લોકો હોલિકા દહનના દિવસે પાન લાવો. તેમા એક સોપારી, ઘીમાં ડુબાડેલ લવિંગ અને એક બતાશુ મુકો. આ બધી વસ્તુઓને તમારા માથા પરથી 7 વાર ઉતારીને હોલિકા દહનની અગ્નિમા નાખો. આવુ કરવાથી બધા બગડેલા કામ બનવા લાગશે. 
				  																	
									  
	 
	કન્યા રાશિ - કન્યા રાશિના જાતકોએ હોલિકા દહનના દિવસે 11 લવિંગ અને 11 લીલી દૂર્વા લાવવી જોઈએ, ત્યારબાદ બાળકોનો તેના પર હાથ મુકાવી ઘરના મંદિરમાં મુકવા જોઈએ. આ પછી આ બધી વસ્તુઓને રાત્રે હોલિકા દહનની અગ્નિમાં મૂકી દેવી. આમ કરવાથી બાળક પરથી ખરાબ નજરનો પડછાયો દૂર થઈ જશે.
				  																	
									  
	 
	તુલા રાશિ -  હોલિકા દહનના દિવસે તુલા રાશિના જાતકોએ ખાસ ઉપાય કરવા જોઈએ. આ દિવસે પીપળના પાનમાં એક જાયફળ, થોડા આખા ચોખા અને મિશ્રી મુકો. પછી તેને તમારા ઘરમાં 7 વાર એવી રીતે ફેરવો જેવી નજર ઉતારવામાં આવે છે. ત્યારબાદ તેને હોલિકા અગ્નિમાં નાખો. પછી ઘરે આવ્યા પછી ઘરની બહાર મુખ્ય દરવાજા પર 'ૐ' નું ચિહ્ન બનાવો. આવુ કરવાથી ગૃહ ક્લેશ સમાપ્ત થાય છે. 
				  																	
									  
	 
	વૃશ્ચિક રાશિ - આ રાશિના જાતક હોલિકા દહનના દિવસે એક પાનના પત્તા પર આખી સોપારી, 5 કમળકાકડીને ઘી માં ડુબાડીને મુકો. ત્યારબાદ આ બધી વસ્તુઓને 27 વાર ૐ હનુમતે નમ: નો જાપ કરીને અગ્નિમાં નાખો. આ ઉપાય કરવાથી વેપારમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થાય છે. 
				  																	
									  
	 
	ધનુ રાશિ - જો તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે તો આ રાશિના લોકોએ હોલિકાદહનના દિવસે આ વિશેષ ઉપાય જરૂર કરવા જોઈએ. આ દિવસે નારિયળને કાપીને તેમા એક મુઠ્ઠી સાત પ્રકારના અનાજ ભરીને ઘરના મંદિરમાં મુકો. હોળીની પૂજામાં આ નારિયળને માથા પર અડાડીને અગ્નિમાં નાખો. 
				  																	
									  
	 
	મકર રાશિ -  મકર રાશિના લોકો માટે હોલિકા દહનનો દિવસ માટે ખૂબ જ ખાસ હોય છે. આ લોકોએ પીપળના પાન પર અડધા મુઠ્ઠી કાળા તલ લેવા જોઈએ. પછી તમારી ઈચ્છા બોલીને પછી પાનને ઘરની પશ્ચિમ દિશામાં મુકો. પછી સાંજે, તેના પર પાણી છાંટો અને તેને હોલિકા અગ્નિમાં મૂકો. આમ કરવાથી આંખોની પરેશાનીઓથી રાહત મળે છે.
				  																	
									  
	 
	કુંભ રાશિ - કુંભ રશિના જાતક હોલિકા દહનના દિવસે પાનના પત્તા લઈ આવો. તેમા એક મુઠ્ઠી હવન સામગ્રી નાખો. પછી મનમા જ તમારી ઈચ્છા બોલીને તેને હોલિકા દહનની અગ્નિમાં નાખો. આ ઉપાય કરવાથી પૈસા સાથે જોડાયેલા ઝગડાનો અંત આવશે. 
				  																	
									  
	 
	મીન રાશિ - આ રાશિના લોકોએ સોપારી લેવી જોઈએ. તેમાં મુઠ્ઠીભર હવન સામગ્રી, એક ગાંઠ હળદર, આખી સોપારી અને કપૂર મુકો. હોલિકા દહન પહેલા, હોલિકાની આસપાસ 7 વાર પરિક્રમા કરો અને પછી તે સામગ્રી અગ્નિમાં મૂકો. શારીરિક પરેશાનીઓ દૂર થશે.