શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 14 ઑગસ્ટ 2017 (10:39 IST)

બે અઠવાડિયા સુધી રોજ સવારે પીવો લીંબૂ પાણી, થશે વેટ લોસ જેવા અન્ય 10 ફાયદા

લીંબૂ પાણીમાં રહેલ અલ્કલાઈન ગુણ બોડીના પીએચ લેવલને બેલેંસ કરે છે અને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવે છે. તેમા વિટામિન્સ, મિનરલ્સ, એંટીઓક્સીડેંટ્સ, ફાઈબર્સ ઉપરાંત બીમારીઓ સામે લડવાની તાકત હોય છે.  જાણો બે અઠવાડિયા સુધી રોજ સવારે કુણા પાણીમાં લીંબૂ નિચોડીને પીવાથી થતા 10 હેલ્થ બેનિફિટ્સ... 
 
- લીંબૂ પાણીમાં રહેલ ફાઈબર, પાણી અને સાઈટ્રિક  એસિડ સાથે મળીને બોડી ફેટ ઘટાડે છે અને વેટ લોસમાં મદદ કરે છે. 
 
- લીંબૂ પાણીમાં રહેલા ડાયેટરી ફાઈબર્સ સાઈટ્રિક એસિડ અને પાવરફુલ એંટીઓક્સીડેંટ્સ એલડીએલ મતલબ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે. 


- લીબૂ પાણીમાં ફાઈબર્સ, હલકા કાર્બોહાઈડ્રેટ્સ અને પુષ્કળ માત્રામાં પોટેશિયમ હોય છે જેનાથી બ્લડ શુગર લેવલ બેલેંસ થાય છે. 
 
- લીંબૂમા રહેલુ વિટામિન B6 ફૂડને એનર્જીમાં બદલવામાં મદદ કરે છે અને મેટાબોલિજ્મ પ્રોસેસ ઝડપી બનાવે છે. 

- લીંબૂ પાણીમાં અમીનો એસિડ્સ હોય છે જે મસલ્સ બિલ્ડિંગ અને ટોનિંગ માટે જરૂરી હોય છે. 
 
- લીંબૂ પાણી પોતાના એલ્કલાઈન ગુણને કારણે કૈફીન યુક્ત ડ્રિંકની તુલનામાં વધુ એનર્જી આપે છે. 

- લીંબૂ પાણી શરીરનુ મેટાબોલિજ્મ વધારે છે. બોડીમાં ડાયજેસ્ટિવ જ્યુસ વધુ બનાવે છે. તેનાથી ડાઈજેશન સારૂ થાય છે. 
 
- લીંબૂ પાણીમાં રહેલા પાવરફુલ એંટીઓક્સીડેંટ્સ બોડીમાંથી ટૉક્સિંસ સાફ કરે છે. જેનાથી એકને ખંજવાળ અને ચામડીના રોગ જેવી સમસ્યાઓ દૂર થાય છે. 

- તેમા રહેલ એંટી બેક્ટેરિયલ કમ્પાઉંડ મોઢાના બેક્ટેરિયાને મારે છે જેનાથી શ્વાસની દુર્ગધ દૂર થાય છે. 
 
- લીબૂ પાણી બોડીને બીજા ડ્રિક્સનીજેમ એસિટિક નથી કરતા. આ બોડીને હાઈટ્રેક રાખે છે. જેમા અનેક બીમારીઓથી બચાવ થાય છે.