શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (17:09 IST)

દરરોજ સવારે તુલસીની ચા પીવાના ફાયદા,જાણો તેને બનાવવાની રીત

કોરોનાથી બચાવ માટે જ નહી પણ ઘણા રોગોથી બચાવ અને ઈમ્યુનિટી વધારવા માટે તુલસી ખૂબ ફાયદાકારી છે. દરરોજ તુલસીની ચાના સેવનથી ઘણી મોસમી રોગોથી તમે દૂર રહો છો. તેથી જો તમે દરરોજ 
સામાન્ય ચા કરતા તુલસીની ચા પીવો છો તો તેનાથી તમે હેલ્દી રહો છો. 
તુલસીમાં યૂજિનૉલ નામનો તત્વ હોય છે જે શરીરમાં રહેલ સ્ટ્રેસ હાર્મોન કાર્ટિસોલના લેવલને ઓછું કરી તનાવ દૂર કરવામાં મદદ કરે છે તુલસી ઘણા વર્ષોથી આયુર્વેદિક દવાઓનો પણ મુખ્ય ભાગ છે. 
ખાલી પેટ તુલસી ખાવાના ફાયદા 
સવારે ખાલી પેટ તુલસીનો પાન ચાવવુ સૌથી લાભકારી હોય છે. તેનાથી તમારી ઈમ્યુનિટી સ્ટ્રાંગ હોય છે અને તમે રોગોથી બચ્યા રહો છો. પણ જો તમે તુલસીના પાન ચાવીને નહી ખાઈ શકો તો તેની ચા પી લો. 
 
 જી હા સવારે-સવારે દૂધ વાળી ચા પીવાની જગ્યા તુલસીની ચા પીવાના ઘણા ફાયદા છે. તુલસીના પાનમાં એંટીઑક્સીડેંટસ હોય છે જે શરીરને ફ્રી રેડિક્લસથી થતા નુકશાનથી બચાવીને રાખે છે. સાથે જ તુલસીની 
ચા સોજા ઓછા કરવા અને તનાવ દૂર કરવામાં મદદ કરે છે. 
 
તુલસીની ચા બનાવવાની રીત 
તુલસીની ચામાં દૂધ કે ખાંડ ન નાખો નહી તો તેના ફાયદા ઓછા થઈ જાય છે. તેથી તુલસીની ચા બનાવવા માટે સૌથી પહેલા પાણી ઉકાળો અને તેમાં તુલસીની 8-10 પાનને ધોઈને નાખી દો. તમે ઈચ્છો તો તેમાં 
થોડી આદું અને ઈલાયચી પાઉડર પણ નાખી શકો છો. આશરે 10 મિનિટ સુધી તેને ઉકળવા માટે મૂકી દો. જ્યારે ચા સારી રીતે ઉકળી જાય તો તેને ગાળી લો. તેમાં તમે સ્વાદના મુજબ મધ કે લીંબૂનો રસ નાખો. 
 
તુલસીની ચા પીવાના ફાયદા
- તેને પીવાથી કફ, ખાંસી, અસ્થમા અને અકડન જેવી તકલીફથી રાહત મળે છે. 
- તુલસીની ચા શરીરમાં સ્ટ્રેસ હાર્મોન એટલે કે હાર્મોન સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી આ ચિડચિડાપન, તનાવ અને ડિપ્રેશનને દૂર કરવામાં સહાયક હોય છે. 
- નિયમિત રૂપથી તુલસીની ચા પીવાથી શરીરમાં શુગરનો સ્તર ચમત્કારી રૂપથી ઓછું થઈ જાય છે. 
- તુલસીમાં એંટીમાઈક્રોબિયલ ગુણ હોય છે જે કારણે આ દાંત અને મોઢાના કીટાણુઓને ખત્મ કરવામાં મદદ કરે છે. સાથે જ શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં સહાયક હોય છે. 
- તેને પીવો આર્થરાઈટિસના દર્દીઓ માટે રામબાણ છે. તેનો એંટી ઈંફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવા માટે એક નિવારકનો કામ કરે છે.