સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 13 મે 2021 (08:39 IST)

Wood Apple - ગેસ અને કબજિયાત જેવી પેટ સાથે જોડાયેલ દરેક સમસ્યાને દૂર કરે છે બેલફળ, જાણો અન્ય ફાયદા

Wood Apple Benefits - ગરમીની ઋતુમાં પોતાની સાથે અનેક બીમારીઓ લઈને પણ આવે છે. આ ઋતુમાં પેટ સાથે જોડાયેલ દરેક સમસ્યા થવી સામાન્ય વાત છે. ઝાડા, લૂ લાગવી અને મરડાની તકલીફ થવાનો ખતરો વધુ રહે છે. જો તમે આ બધી પરેશાનીઓથી દૂર રહેવા માંગો છો તો બેલનુ ફળ તમારે માટે એક સારો વિકલ્પ બની શકે છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો જ્યુસ કે શરબતના રૂપમાં કરે છે. 
 
પોષક તત્વોથી ભરપૂર બેલનુ ફળ ગરમીમાં જોવા મળે છે. જેનુ અંગ્રેજી નામ wood apple છે. આ આંતરડાને હેલ્ધી રાખે છે જેનાથી પેટની બધી સમસ્યાઓ દૂર રહે છે. ટૈનિન, ફ્લેવોનોઈડ્સ અને કૈમારિન તેમા જોવા મળતા જરૂરી પોષક તત્વ છે. જે શરીરના સોજાને ઓછો કરવાનુ કામ કરે છે. સાથે જ પેટને મજબૂત કરે છે અને પાચન ક્રિયાને પણ વધારે છે. આ ઉપરાંત બેલમા એંટીફંગલ અને એંટીહેલ્મિટિંક ગુણ હોય છે. 
 
-બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે વરિયાળી, ડાયાબિટેઝના દર્દી આ રીતે કરે સેવન
- શરીર માટે આ રીતે લાભકારી છે બેલનુ સેવન  
- બેલનુ સેવન દિલ માટે ખૂબ લાભકારી હોય છે આ કારણ છે કે દિલના રોગીઓએ આ ફળનુ સેવન કરવુ જોઈએ. 
- કબજિયાત, પેટમાં ગેસ વધુ બને છે કે પછી કબજિયાતથી પરેશાની છે તો બેલનુ શરબત બનાવીને પીવો 
- તમારે કોલેસ્ટ્રોલ ઘટવા વધવાની તકલીફ છે તો તમે બેલ ખાવાની આદત નાખો. આ કોલેસ્ટ્રોલનુ લેવલ ઠીક રાખે છે 
- ગરમીમાં જો તમે ડાયેરિયાથી પરેશાન છો તો બેલ ખાવ તમને ફાયદો થશે 
- ગરમીમા જોવા મળનારા આ ફળની તાસીર ઠંડી હોય છે. શરીરમાં જો ગરમી થઈ ગઈ છે તો આ ફળનુ સેવન કરો 
- બેલનુ ફળ પેટના ઉપચાર સાથે જ લોહી પણ શુદ્ધ કરે છે.