સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (11:14 IST)

Health Care - અજમો આરોગ્ય માટે જડી બુટ્ટી, જાણો અજમાના ગુણ

ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેવમાં આવે છે. આનાથી પાચન ઠીક રહે છે. આવો જાણીએ આજમાના ગુણો વિશે 
 
પાચન ક્રિયા - અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. આ અપચો દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેની ફાંકી મારી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને.   
 
પીરિયડ્સનો દુ:ખાવોજો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો 15થી 30 દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો. જો અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા હોય તો સવારે ખાલી પેટ 2-4 ગ્લાસ અજમાનું પાણી પીવાથી લાભ થશે.  
 
અસ્થમા અને ખાંસી - અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. આ ઉપરાંત ખાંસીમાં રાહત માટે અજમનો રસમં એક ચપટી સંચળ મિક્સ કરી સેવન કરો અને પછી ગરમ પાણી પી લો. 
 
પિંપલ અને ડાર્ક સર્કલ - 2 ચમચી અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. 
 
વધુ દારૂ પીધી હોય તો - જો દારૂ વધુ પીવાથી કોઈ વ્યક્તિને ઉલટીઓ થઈ રહી છે તો તેને અજમો ખવડવો. આનાથી તેને આરામ મળશે અને ભૂખ પણ સારી લાગશે. 
 
ગર્ભાવસ્થા સમયે - ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે અજમો ખાવો ફાયદાકારી છે. તેનાથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.  
 
પથારીમાં ટોયલેટ - કેટલાક બાળકોને આદત હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પથારીમાં ટોયલેટ કરી નાખે છે. આવામા બાળકોને રાત્રે લગભગ અડધો ગ્રામ અજમો ખવડાવો.  
 
કાનમાં દુખાવો અને મસૂઢાનો રોગ - કાનમાં દુખાવો થતા અજમાના તેલના એક બે ટીપા કાનમાં નાખવાથી રાહત મળે છે. મસૂઢા માટે અજમો સેકીને તેને વાટીને તેનુ મંજબ બનાવી લો. આ મંજનથી મસૂડા સંબધિત રોગ ઠીક થાય છે. 
 
ગઠિયા રોગ - અડધા કપ પાણીમાં અજમાનો રસ અને અડધી ચમચી વાટેલી સૂંઠ મિક્સ કરો અને તેને પી લો. તેનાથી ગઠિયા રોગમાં રાહત મળે છે.  
 
શરીર પર દાના - શરીર પર દાણા કે દાદ ખાજ થઈ જાય તો અજમાને પાણીમાં ઘટ્ટ વાટીને દિવસમાં 2 વાર લેપ કરો. તેનાથી દાદ ખાજ અને દાણા ઠીક થઈ જાય  છે.  જખમ અને બળેલા સ્થાન પર પણ આ લેપ લગાવવાથી રાહત મળે છે અને નિશાન પણ મટી જાય છે.