બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (15:10 IST)

હળદર અને આદુંની ગુણકારી ચાના 6 આરોગ્ય ફાયદા

ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યો હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગથી પણ બચાવે  છે. હળદર અને આદુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 
 
કેવી રીતે બનાવશો હળદર-આદુંવાળી ચા 
 
એક પેનમાં પાણી લઈને તેને ઉકાલો. આ પાણીને ઉકાળ્યા બાદ તેમાં હળદર, આદું, ખાંડ આ બધાને મિક્સ કરી લો. ધીમા તાપે 10 મિનિટ ઉકાળો. હવે તેને ગાળીને મધ મિક્સ કરી પીવો.  
 
૧. હળદરમાં કરકુયુમિન નામનું રસાયણ  હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનો સોજો ઘટાડવમાંં  સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવો તો મગજ માટે સારું છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી સામે લડે છે. 
૪. રિસર્ચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ  બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે.