1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 14 મે 2016 (11:56 IST)

લૂથી બચાવશે કાચા બટાટાનો રસ, જાણો આવા જ અન્ય 10 ઘરેલૂ ઉપાય

ઉનાળાના દિવસોમાં તડકામાં ફરવાને કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની થવા ઉપરાંત ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે.  તેથી માથાનો દુ:ખાવો, ચક્કર,  હાથ પગ-કાંપવા, નબળાઈ જેવા લક્ષણ જોવા મળે છે. અમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે લૂથી બચી શકો છો. 
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે. 
* લૂ લાગી જાય તો કાચા બટાટાનો રસ કાઢી શરીર પર લગાવો. 
 
* લૂ લાગતા ડુંગળીનો રસ કાઢી શરીર પર ઘસો. 

 
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.  
* લૂ લાગતા કોથમીરના રસમાં બરફનું પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે. 

 
* શરબતમાં બરફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે. 
* લૂ લાગતા બરફના પાણીમાં સ્પંજ કરો કે બરફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો. 

* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે. 
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો. 
 

 
* કાચી કેરીનું શરબત(પનું)  બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે. 
* લૂ લાગતા કેરીની ગોટલીના પાવડરને દહીં માં મિક્સ કરી ખાવ. 

 
* લૂ લાગતા આમલીના ગુદાને માથા અને હાથ પગના તળિયે લગાવો. 
* આમલીના ગુદાને પાણીમાં મસળીને પીવાથી પણ લૂથી બચાવ થાય છે. 
 
* મેથીના પાનનાના રસમાં પાણી અને મધ મિક્સ કરી પીવાથી પણ લૂથી બચાવ થાય છે. 
 
* બકરીના દૂધમાં શાકર નાખી પીવાથી લૂમાં આરામ મળે છે. 
 
* લૂ લાગતા બકરીનું  દૂધ હાથ-પગના નખ અને પગના તળિયે લગાવો.