બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (10:52 IST)

પીળા દાંતથી છુટકારો મેળવવા અપનાવો આટલા ઘરેલુ ઉપાયો

સમય વીતવાની  સાથે સાથે આપણા દાંત પીળા પડી જાય છે. જેના અનેક કારણો હોઈ શકે છે. જીંસ. દાંતોની સાફ-સફાઈનુ ધ્યાન ન રાખવુ, ખાવાની ખોટી આદતો અને વયનુ વધવુ. દાંતોનો રંગ ખરાબ હોવા પાછળ કેટલીક દવાઓ અને દાંત સંબંધી સમસ્યાઓ પણ કારણ હોઈ શકે છે. જો કે વર્ષમાં બે વાર દાંતોના ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે. છતા પણ કેટલાક ઘરેલુ ઉપચાર ઘણા સહાયક બની શકે છે. 
 
- દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે. અડચી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં  અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો.  
 
-લીંબુમાં બ્લીચિંગ એજેંટ્સ થાય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે.  તમે તમારા દાંતો પર ચમકાવવા માટે લીંબુના છાલટાના  સત્વનો ઉપયોગ કરી શકો છો કે પછી થોડાક પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ  કરી શકો છો. 
 
- કેટલા વિશેષજ્ઞોની સલાહ છે કે સફરજન પ્રાકૃતિક ઢંગથી દાંતોને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ચાવો. તેના એસિડિક ગુણ દાંતો પર ખૂબ જ શાનદાર કામ કરે છે. 
 
- તમે મોટાભાગે જાહેરાતોમાં મોડલ્સને એવુ કહેતા સાંભળ્યુ હશે કે શુ તમરા ટૂથપેસ્ટમાં મીઠુ છે ? જેની પાછા એક કારણ છે. મીઠુ દાંતોને સાફ કરવામાં સહાયતા કરવાની સાથે જ તેને સફેદ પણ બનાવે છે. દાંતોના પીળાશને ઓછી કરવા માટે મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો. 
 
- પીળા દાંતોની સમસ્યામાં તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંતો પર બ્રશ કરો. 
 
- સંતરાના છાલટામાં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા છે જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતોની પીળાશને પણ દૂર કરે છે. અઠવાડિયામાં ત્રણ વાર તમારા દાંતને સંતરાના છાલટાથી સ્ક્રબ કરો.