Health Tips - સવારે કેળા સાથે ગરમ પાણી પીવાનો ફાયદો જાણીને તમે ચોંકી જશો
કેટલાક લોકો તો એવા હોય છે કે ફેશનને કારણે વજન ઓછુ કરવા માટે અડધુ પેટ જ જમે છે. જેથી કરીને તેમનુ વજન વધે નહી. આ માટે આપણે એક્સરસાઈઝ અને વજન ઓછુ કરવાની દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ. જેનાથી આપણું વજન કંટ્રોલમાં આવી જાય. પણ તમે જાણો છો કે કેળુ ખાઈને તમે તમારુ વજન ઓછુ કરી શકો છો. જી હા..
અનેક લોકોની ધારણા હોય છે કે કેળુ ખાવાથી વજન વધે છે પણ અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છે જેનો ઉપયોગ કરી તમે સ્લિમ બોડી મેળવી શકો છો. જી હા તમે ચોકી ગયા ને કે આ કેવી રીતે શક્ય છે. તો અમે તમને બતાવી દઈએ કે કેળુ અને ગરમ પાણી પીવાથી તમે જાડાપણાથી મુક્તિ મેળવી શકો છો.
રોજ સવારે કેળા અને એક કપ ગરમ પાણી પી ને તમે તમારુ વજન જ ઓછુ કરવાની સાથે સાથે તમારી બોડીને શેપ પણ આપી શકો છો. એવુ કહેવાય છે કે કેળામાં જોવા મળતુ સ્ટાર્ટ અને કાર્બોહાઈડ્રેટ તમારુ વજન વધારી શકે છે. પણ જો આ સાથે ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો તમે વજન ઘટાડી શકો છો. આનુ સેવન કરવાથી તમારુ પેટ પણ ભરેલુ રહેશે સાથે જ તમારી એનર્જીનુ સ્તર પણ વધી જશે.
આ ડાયેટનુ નામ મોર્નિંગ બનાના રાખવામાં આવ્યુ છે. જે કે સહેલાઈથી કરી શકાય છે. જો તમે વિચારી રહ્યા છો કે આ ડાયેટ આટલુ સારી રીતે કેવી રીતે કામ કરે છે તો અમે તમને બતાવી દઈએ કે આવુ કરવાથી શરીરનુ મેટાબોલિજ્મ વધી જાય છે અને પાચન ક્રિયા ઝડપી થઈ જાય છે.
કેળુ એક પ્રકારે સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જેમા ગ્લાઈસેમિક ઈંડેક્સની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જેનાથી આ પચવામાં ખૂબ વધુ સમય લે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલુ રહેવાનો એહસાસ રહે છે. તેનાથી એનર્જી પણ ખૂબ મળે છે.
જે લોકો આ ડાયેટનુ પાલન કરે છે તેમણે રાત્રે 8 વાગ્યા સુધી ડિનર કરી લેવાની સલાહ આપવામાં આવે છે અને ડિનર પછી ગળ્યુ ન ખાવુ જોઈએ. કેળા હંમેશા તાજા જ ખાવ. આવો ઉદાહરણ તરીકે જોઈએ કે કેવુ હોવુ જોઈએ તમારુ ડાયેટ...
બ્રેકફાસ્ટમાં એક કે વધુ કેળા(તમારુ પેટ ભરાય તેટલા) 1 ગ્લાસ ગરમ પાણી.
લંચ - તાજા સલાદ સાથે ભોજન.. ભૂખ લાગતા 3 વાગતા પહેલા કંઈક ગળ્યુ પણ ખાઈ શકો છો.
ડિનરમાં શાકભાજીઓથી ભરપૂર ભોજન ગળ્યુ ન ખાવ...