Home Remedies - અઠવાડિયામાં 3 થી 5 કિલો વજન ઘટાડવુ છે તો રોજ સૂતા પહેલા પીવો આ જ્યુસ..

weight loss juice
Last Modified ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:12 IST)
ગરમી શરૂ થતા જ લોકો વજન ઓછુ કરવા તરફ વધુ ધ્યાન આપવા માંડે છે. એક રીતે જોવા જઈએ તો આ સાચુ પણ છે. કારણ કે શિયાળા કરતા ઉનાળામાં વજન ઝડપથી ઓછુ થાય છે. આ ઋતુમાં તમે ભલે જીમ કરો કે ડાયેટિંગ, તમને બમણો ફાયદો મળશે.
ઘણા લોકો એવા પણ છે જે વજનને કંટ્રોલમાં કરવા માંગે છે પણ જીમમાં પરસેવો વહેડાવતા નથી.
તેમને માટે અમે એવો નુસ્ખો લાવ્યા છે વજનને અઠવાડિયામાં 3 થી 5 કિલો સુધી ઘટાડી દેશે.

- જો તમે પણ જીમ કે એક્સરસાઈઝ નથી કરી શકતા તો આ ઘરેલુ નુસ્ખો તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે.
બસ તમારે સૂતા પહેલા આ સ્પેશ્યલ જ્યુસનો ગ્લાસ પીવો પડશે. આ બનાવવા માટે તમને બધી વસ્તુઓ કિચનમાં જ મળી જશે.
ચાલો આજે અમે તમને આ જ્યુસ તૈયાર કરવાની રેસીપી બતાવીએ છીએ. જેને પીને તમે વજન કંટ્રોલ કરી શકો છો.

સામગ્રીમાં શુ જોઈએ...

લીંબૂ - 1
પાણી - એક ગ્લાસ
કાકડી - 1
વાટેલુ આદુ - 1 ચમચી
એલોવેરા જ્યુસ - 1 ચમચી
5-6 ફુદીનાના પાન

બનાવવાની રીત - બધી વસ્તુઓ પાણીમાં સારી રીતે વાટીને મિક્સ કરી લો અને રાત્રે સૂતા પહેલા પીવો. આ
જ્યુસ વજન ઓછુ કરવા ઉપરાંત બોડીને ડિટોક્સ પણ કરશે.
ઉલ્લેખનીય છે કે આ બધી મિશ્રિત વસ્તુઓનુ સેવન કરવાથી તમારી બૉડીનુ મેટાબૉલ્જિમનુ સ્તર ઝડપી થશે. ઊંઘ દરમિયાન તમારુ મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે અને તમારા ઝાડાપણાને ઓછુ કરે છે.


આ પણ વાંચો :