સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ચેન્નઈ. , બુધવાર, 18 એપ્રિલ 2018 (14:16 IST)

Sex For Degrees Case: કોણ છે બનવારી લાલ પુરોહિત જેમણે પંપાળ્યા મહિલા પત્રકારના ગાલ

તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત એકવાર ફરી વિવાદોમાં ઘેરાય ગયા છે. ડિગ્રી કે લિયે સેક્સ કેસમાં આરોપી મહિલાના નિવેદનથી ઘેરાયેલા બનવારી લાલ પુરોહિતે મંગળવારે આ મામલે પ્રેસ કૉન્ફેંસ બોલાવી હતી પણ આ પ્રેસ કૉન્ફ્રેસ પણ તેમને માટે બવાલ બની ગઈ. કારણ કે તેમણે હરકત જ એવી કરી નાખી. ઉલ્લેખનીય છે કે એક મહિલા પત્રકારે પુરોહિતને એક સવલ કર્યો હતો પણ જવાબ આપવાને બદલે રાજ્યપાલે એ મહિલા પત્રકાર લક્ષ્મી સુબ્રમણ્યમના ગાલ પંપાળી દીધા.  તેમની આ હરકતને જોઈને મહિલા પત્રકાર સહિત ત્યા વર્તમાન બધા લોકો હેરાન રહી ગયા. 
 
મહિલા પત્રકાર લક્ષ્મી સુબ્રમણ્યમના ગાલ પંપાળ્યા -  લક્ષ્મી સુબ્રમણ્યમ મુજબ આ ઘટના પછી તેમણે અનેકવાર પોતાનુ મોઢુ ધોયુ. પણ તે આ વાતને ભૂલાવી શક્યા નહોતા. તેમણે પોતાનુ દુ:ખ ટ્વિટર પર પણ બતાવ્યુ. સુબ્રમણ્યમે અ સાથે જ એક મેઝેઝીન માટે 630 શબ્દોનુ આર્ટિકલ  લખીને પણ પોતાનુ દર્દ અને ગુસ્સો પ્રકટ કર્યો છે.  રાજ્યપાલની આ હરકતની ચારેયબાજુ નિંદા થઈ રહી છે. આ પહેલા પુરોહિત 'ડિગ્રી માટે સેક્સ' કેસમાં આરોપી મહિલાના આરોપને લઈને ચર્ચામાં હતા. 
ડિગ્રી માટે સેક્સ - ઉલ્લેખનીય છે કે તમિલનાડુના અરુપ્પુકોટ્ટઈના દેવાંગ આર્ટ કોલેજની એક મહિલા લેક્ચરર પર આરોપ છે કે તેમણે વિદ્યાર્થીઓને વધુ નંબર અને પૈસા માટે કેટલાક અધિકારીઓ સાથે એડજસ્ટ કરવાની સલાહ આપી હતી. જો કે તે આ આરોપોથી ઈનકાર કરી રહી છે. સાથે જ એક ઓડિયો પણ સામે આવ્યો છે જેમા આ મહિલા લેક્ચરર રાજ્યપાલ પુરોહિત સાથે પોતાના સંબંધોની વાત કહી રહી છે. રાજ્યપાલે આ વાત પર સફાઈ આપવા માટે પ્રેસ કૉન્ફેંસ બોલાવી  હતી. જ્યા એક નવો વિવાદ ઉભો થયો છે.   
 
કોણ છે બનવારી લાલ પુરોહિત - 16 એપ્રિલ 1940માં રાજસ્થાનના ઝુંઝનુંમાં જન્મેલા બનવારી લાલ પુરોહિત મહારાષ્ટ્રના વિદર્ભ જીલ્લાના  જાણીતા નેતા છે. તેઓ ત્રણ વાર નાગપુર લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1977માં રાજનીતિમાં આવ્યા.  1978માં તેમણે મહારાષ્ટ્રના નાગપુરથી  પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી જ્યારે કે 1980માં દક્ષિણી નાગપુરથી એક વાર ફરી વિધાનસભા પહોંચ્યા.  1982માં રાજ્યમાં મંત્રી પણ બન્યા. પુરોહિત 1984 ,1989 અને 1996માં પણ ભાજપાના ટિકિટ પર નાગપુર કંપટીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 
1999માં બીજેપી સાથે સંબંધ તોડ્યો - ત્યારબાદ તેમણે 1999માં બીજેપી સાથેના સંબંધો તોડી નાખ્યા અને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. પણ થોડા સમય પછી પુરોહિતે કોંગ્રેસ પણ છોડી દીધી. ત્યારબાદ તેમને પોતાની પાર્ટી વિદર્ભ રાજ્ય પાર્ટીની શરૂઆત કરી અને નાગપુરથી લોકસભા ચૂંટ્ણી લડી પણ તેઓ સફળ થઈ શક્યા નહી. તેઓ ફરીથી 2009માં બીજેપીમાં જોડાયા અને નાગપુરથી ચૂંટણી લડ્યા પણ કોંગ્રેસના વિલાસ મુત્તેમવારથી હારી ગયા. 
 
બનવારી લાલનો વિવાદોથી સાથે જુનો સંબંધ - બનવારી લાલે 2007માં એ સ્માયે એવુ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે 1989માં આરએસએસ ચીફ બાલાસાહેબ દેવરસ અને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની એક કલાકની ગુપ્ત મીટિંગ થઈ હતી. તેમણે દાવો કર્યો કે 1989ની ચૂંટણીમાં આરએસએસ દ્વારા કોંગ્રેસને સમર્થન આપવાને બદલે રાજીવ ગાંધીએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે એક ગુપ્ત સમજૂતી કરી હતી. 
2017માં બન્યા તમિલનાડુના રાજ્યપાલ -  સપ્ટેમ્બર 2017માં તેમણે તમિલનાડુના રાજ્યપાલની ખુરશી સોંપવામાં આવી.  કારણ કે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી રાજનીતિક અસ્થિરતા સામે ઝઝૂમી રહેલ તમિલનાડુમાં એક કદાવર નેતાના અંકુશની આવશ્યકતા હતી. તેમણે રાજ્યપાલ વિદ્યાસાગર રાવનુ સ્થાન લીધુ હતુ. પુરોહિત આ પહેલા અસમના રાજ્યપાલ હતા.  ખાસ વાત ઓગસ્ટ 2016માં કે. રોસૈયાના રિટાયર થયા પછી પુરોહિત તમિલનાડુના પહેલા પૂર્ણકાલિક રાજ્યપાલ છે.  રોસૈયા પછી સપ્ટેમ્બર 2016થી જ પ્રદેશના રાજ્યપાલનો અતિરિક્ત કાર્યભાર મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.એચ. વિદ્યાસગર રાવ પાસે હતો.