1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (10:08 IST)

સેંગરના બચાવમાં BJP નેતાનું વિવાદાસ્પદ નિવેદન - 3 બાળકોની માતા સાથે કોઈ રેપ કરતુ હોય ?

સેંગરના બચાવ
ઉન્નાવ રેપ મામલે બૈકફુટ પર આવી રહેલી યોગી સરકારના નેતાઓની અસંવેદનહીન નિવેદનબાજી ચાલુ છે. રેપ મામલે યોગી સરકાર પર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. જ્યા એક બાજુ યોગી સરાકારે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે તો બીજી બાજુ બલિયાના બૈરિયાથી બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કુલદીપ સિંહ સેંગરના બચાવમાં વિવાદિત નિવેદન આપ્યુ છે. સુરેન્દ્ર સિંહનુ કહેવુ છે કે ત્રણ બાળકોની માતા સાથે કોઈ રેપ કરી શકે ? બીજેપી ધારાસભ્યના આ નિવેદન પછી એકવાર ફરી યૂપી સરકારની બદનામી થઈ છે. 
 
યોગી સરકારે સીબીઆઈને સોંપી તપાસ 
 
યોગી આદિત્યનાથ સરકારે બુધવારે મોડી રાત્રે ઉન્નાવ બળાત્કાર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો. જેમા ભાજપા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનુ નામ આરોપીના રૂપમાં સામેલ છે. આ પગલુ એવા સમયે લેવામાં આવ્યુ જ્યારે સેંગર નાટકીય ઢંગથી પોલીસ સામે રજુ થયા પણ સમર્પણ કરવાની ના પાડી દીધી. 
 
18 વર્ષીય યુવતી સાથે બળાત્કાર મામલે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની કથિત સંડોવણીને કારણે વધતી મુશ્કેલીઓ વચ્ચે રાજ્ય સરકારે ધારાસભ્ય અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો નિર્ણય પણ લીધો.