સુરતમાં રાક્ષસને મોંઘવારીનાં હારતોરા કરીને વિરોધ પ્રદર્શન યોજાયું
સ્વાભિમાન સંસ્થા દ્વારા મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીના રાક્ષસને શાકભાજીના હાર અને તેલના ડબ્બા આપીને રસ્તા પર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પેટ્રોલ ડિઝલના વધતા ભાવ અને કાળઝાળ મોંઘવારીથી પીડાતા લોકોની વેદનાને સંસ્થાના કાર્યકરો દ્વારા વેશભૂષા પહેરીને વિરોધ નોંધવતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સ્વાભિમાન સંસ્થા દ્વારા મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 2014માં જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર આવેલ છે ત્યારથી સતત આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે,
તે છતાં પ્રજાને ઊંચા ભાવે પેટ્રોલ ડીઝલ ખરીદવા પડી રહ્યા છે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલ જેવી હોય તેની સામે લિટર પેટ્રોલ પંપ પર પ્રજાને પેટ્રોલના 72 થી 80 રુપીયા સુધી અને ડીઝલના 65થી 70 રૂપિયા ચુકવવા પડે છે અને 2009માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત ૬૫ રૂપિયા હતી ત્યારે પ્રજાને પેટ્રોલ રૂપિયા 44થી 48 સુધી અને ડીઝલ 35થી 37 રૂપિયામાં મળતું હતું હોવાનું પણ આવેદનપત્રમાં લખાયું હતું.આવેદનપત્રમાં આક્ષેપ કરાયા છે કે, આજે ક્રૂડ ઓઇલની એ જ કિંમતોએ પરંતુ રિટેલ માર્કેટમાં ડબલ ભાવે પેટ્રોલ ડીઝલનું વેચાણ થતું હોય તે ખૂબ જ પીડાદાયક અને સહાય બાબત છે. યુપીએ સરકારના કાર્યકાળ દરમ્યાન 2014માં જ્યારે બેરલની કિંમત 100થી ૧૧૦ ડોલર પ્રતિ બેરલ હતી ત્યારે પણ પેટ્રોલનું વેચાણ થતું હતું. અને ડીઝલની 60 આ તમામ આંકડાઓ જોતાં સ્પષ્ટ થાય છે કે, પાછળની સરકારે મોંઘી ખરીદી પ્રજાને સસ્તુ પેટ્રોલ-ડિઝલ ઉપલબ્ધ કરાવ્યું હતું ત્યારે વર્તમાન સરકાર ખરીદ વેચાણ કરી પ્રજાને સાથે છેતરપિંડી કરતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.