શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (12:56 IST)

સુરત ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં બંદૂકની અણીએ હીરાની લૂંટ, લૂંટારાઓ CCTVમાં કેદ

સુરતમાં વરાછા ખાતે  ડાયમંડ વર્લ્ડમાં મોડી રાત્રે બંદૂકની અણીએ હીરાની લૂંટ થતા ચકચાર મચી જવા પામી હતી. ઓફિસમાં ઘૂસી અજાણ્યા ત્રણ ઈસમો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ સીસીટીવી આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

વરાછા વિસ્તારમાં મિનિ બજાર ખાતે આવેલા ડાયમંડ વર્લ્ડની એક હીરાની ઓફિસમાં મોડી રાત્રે અજાણ્યા ત્રણ ઈસમો ઘૂસી આવ્યા હતા. અને કારીગરોને બંદૂક બતાવી બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ ઓફિસમાં રહેલા 2 લાખના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેથી પોલીસ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.સુરત શહેરમાં લૂટારુઓનો આતંક વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ગત રોજ જ જ્યાં ગુનો કર્યા બાદ ગુનેગારને ભાગવાનું કામ દુષ્કર છે તેવા પરવટ પાટિયા વિસ્તારમાં ભરબપોરે ત્રણ લૂંટારુ જ્વેલર્સને બંધક બનાવી પિસ્તોના નાળચે 1,49,500ની મતા લૂંટી સફેદ કલરની કારમાં ભાગી છૂટ્યા હતા. જે લૂંટમાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે, દરમિયાન વરાછામાં હીરાની ઓફિસમાં લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.