ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (11:03 IST)

Home Remedies - અંજીર ખાવ અને રહો રોગોથી દૂર

1 સૂકાયેલા અંજીરમાં...
કેલરી - 49
પ્રોટીન - 0.579
કાર્બ - 12.42 ગ્રામ
ફાઇબર - 2.32 ગ્રામ
કુલ ચરબી - 0.222 ગ્રામ
સેચુરેડેટ ફેટ - 0.0445 ગ્રામ
પૉલીઅનસેચુરેટેડ ફેટ 0.049 ગ્રામ
સોડિયમ - 2 મિગ્રા
 
જો તમારી કન્ઝ્યુમ સિસ્યમ મજબૂત છે તો તમારે ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. રોગો સામે લડવાની ક્ષમતા એના પર નિર્ભર કરે છે કે તમે કેટલી પૌષ્ટિક અને સંતુલિત ચીજોનું સેવન કરો છો. ફળોમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે જે ઇન્ફેક્શન અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. એવું જ એક ફળ છે અંજીર. તેમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપુર પ્રમાણમાં હોય છે. તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબીટિઝમાં અંજીર બહુ ઉપયોગી હોય છે. અંજીરમાં આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે જેના કારણે એનીમિયામાં તેનાથી ફાયદો થાય છે. 
 
અંજીરમાં વિટામિન એ, બી2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરીન હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબીટિઝ, શરદી-તાવ, અસ્થમા અને અપચા જેવી તમામ ઉપાધિઓ દૂર થઇ જાય છે. તેના અન્ય ગુણો વિષએ જાણીએ...
 
1. અંજીર પોટેશિયમનો સારું સ્ત્રોત છે જે બ્લડપ્રેશર અને બ્લડશુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
2. અંજીરમાં ફાઇબર હોય છે જે વજનને સંતુલિત રાખે છે અને ઓબેસિટી ઓછી કરે છે.
3. સૂકાયેલા અંજીરમાં ફેનોલ, ઓમેગા 6 હોય છે. આ ફેટી એસિડ કોરોનરી હાર્ટ ડિસીઝના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.
4. તેમાં રહેલા ફાઇબરથી પોસ્ટ મેનોપૉઝલ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ નથી રહેતું.
5. અંજીરમાં કેલ્શિયમની માત્રા વધુ હોવાથી હાડકાને મજબૂત બનાવવામાં તે મદદરૂપ થાય છે.
6. બે અંજીરને વચ્ચેથી અડધા કાપીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેનું પાણી પીઓ અને અંજીર પણ ખાઇ જાઓ આનાથી રક્ત સંચાર વધે છે.
7. ઓછા પોટેશિયમ અને વધારે સોડિયમ લેવલને કારણે હાઇપરટેન્શનની સમસ્યા સર્જાય છે. પણ અંજીરમાં પોટેશિયમ વધુ હોય છે અને સોડિયમ ઓછું માટે તે હાઇપરટેન્શનની સમસ્યા સર્જાતી રોકે છે.