હેલ્થ ટિપ્સ : રોજ 3 કેળા ખાવ અને સ્વસ્થ રહો

સંશોધકોએ નવા અભ્યાસમાં જણાવ્યું છે કે દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે.

- બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વેળા એક અને સાંજે પણ એક કેળુ ખાવાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે, જે બ્રેઇનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ ૨૧ ટકા સુધી ઘટાડી દે છે.

- કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૃપ થાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૃપ થાય છે. સાથે સાથે શરીરમાં ફલુઇડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે.

- હાઈ બ્લડપ્રેશર રહેતુ હોય તેવા શાકાહારી લોકો માટે કેળા ઉત્તમ ફળ છે. કેળા ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.


આ પણ વાંચો :